વર્લ્ડ મ્યુઝિક ડેના ભારતના આશરે 5,000 ગીતકાર,સંગીતકાર અને ગાયકોએ પોતાના અધિકાર માટે અભિયાન શરૂ કર્યું – ધ ક્રેડિટ ક્રિયેટર ..

 

             ગીતકાર, સંગીતકાર અને ગાયકોએ પોતાના હક માટેની લડાઈની આંતરરાષ્ટ્રીય સંગીત દિને  21મી જૂનના શરૂઆત કરી દીધીછે. તેઓ મ્યુઝિક કંપનીઓ, રેડિયો તેમજ ટેલિવિઝન ચેનલોને કહી રહ્યા છેકે, સંગીત સાથે સંકળાયેલા કલાકાર- કસબીઓની ક્રેડિટ છિનવી લેશો નહિ. તેમને માત્ર મહેનતાણુ  નહિ, તમને રૂપિયાની સાથે નામ અને પ્રતિષ્ઠા પણ આપો. આઈપીઆરએસના બેનર હેઠળ આ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે. જેમાં જાણીતા ગીતકાર જાવેદ અખ્તર, ગુલઝાર, પ્રસૂન જોષી , એ. આર. રહેમાન, અનુ મલિક,  પ્રસૂન જોષી , સોનુ નિગમ, શાન અને અલકા યાજ્ઞિક વગેરે જોડાયાં છે. ગીતકાર સમીરના જણાવ્યા અનુસાર, સંગીત સાથે અનેક લોકો સંકળાયેલા હોય છે. તેમની અનેક ગીત રચનાઓ લોકપ્રિય બને છે, પણ એના સંગીતકાર કે ગીતકારના નામની કોઈને ભાગ્યે જ જાણકારી હોય છે. ગીતો , ખાસ કરીને ફિલ્મી ગીતો અનેક રેડિયો સ્ટેશન પર કે ટેલિવિઝનની ચેનલ પર રજૂ કરાતાં હોય છે. પરંત ગીત લખનારા ગીતકાર સંગીત નિયોજકના નામનો કયાંય ઉલ્લેખ કરવામાં આવતો નથી. આવું અનેક વરસોથી ચાલી રહ્યું છે. આવા કારણોને લીધે કસબીઓને આગળ કામ મળવામાં પણ તકલીફ થતી હોય છે. ઉપરોક્ત અભિયાનમાં માગણી કરવામાં આવ્યા અનુસાર, જે મયુઝિક કંપનીઓ અલગ અલગ પ્લેટફોર્મ પર ગીત રજૂ કરશે, જે ચેનલો  ગીત રજૂ કરશે તેમણે દરેક વખતે ગીત સાથે સંકળાયેલા ગીતકાર, ગાયક અને સંગીતકારના નામને ઉલ્લેખ કરવાનું અનિવાર્ય બનશે. અગાઉ સુપ્રસિધ્ધ શાયર અને ગીતકાર સાહિર લુધિયાનવીએ સંગીત કંપનીઓની જોહુકમી વર્તન સામે વિરોધનો સૂર બુલંદ કર્યો હતો. ત્યારપછી બધુ બરાબર ચાલી પણ રહ્યું હતું. , પરંતુ છેલ્લાં 20 25 વરસોથી પાછું તંત્ર બગડી ગયું છે. ઉપરોક્ત સંસ્થાએ વારંવાર માગણીઓ કર્યા બાદ છેલ્લા બે વરસથી સંગીત સાથે સંકળાયેલા લોકોને ક્રેડિટ આપ઴ાનું શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ હજી ઘણી જગાએ આ પધ્ધતિ અમલમાં મૂકાઈ નથી. 

     ગીતકાર સમીરે જણાવ્યું હતું કે, હાલમાં અમે સંબંધિત લોકોને વિનંતીઓ કરી રહ્યા છીએ અને અમને આશા છેકે અમારી માગણીનો માનીને યોગ્ય પ્રતિસાદ આપવામાં આવશે. જો આવું નહિ બને તો અમે સરકાર સમક્ષ અમારી વાત રજૂ કરીશું, અદાલતના દરવાજા પણ ખખડાવીશું.