વર્લ્ડ બેંકે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતના GDP ગ્રોથ રેટના અંદાજને ઘટાડીને લગભગ પાંચ ટકા થશે

નવી દિલ્હીઃ વર્લ્ડ બેંકે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતના GDP ગ્રોથ રેટના અંદાજને ઘટાડીને લગભગ પાંચ ટકા થશે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. આવતા વર્ષે જીડીપી ગ્રોથ રેટ કદાચ ૫.૮ ટકા વધવાની શક્યતા હોવાનું પણ વર્લ્ડ બેંકે જણાવ્યું હતું.
વર્લ્ડ બેંકે જણાવ્યું હતું કે ભારત કરતાં બાંગ્લાદેશનો જીડીપી ગ્રોથ રેટ વધુ થવાની શક્યતા છે. બાંગ્લાદેશનો ગ્રોથ રેટ સાત ટકાને આંબી જાય તો નવાઈ નહિ. જોકે આપણા પાડોશી પાકિસ્તાનનો ગ્રોથ રેટ ત્રણ ટકા જેટલો કંગાળ થવાની શક્યતા હતી.
ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ્સ નામના રિપોર્ટમાં જણાવાયા મુજબ ભારતમાં નોન-બેંકિંગ નાણાકીય સંસ્થાઓ દ્વારા અપાતા કર્જનું વિતરણ અગાઉની તુલનાએ નબળું પડ્યું હતું. એની અસર ઞ્ઝ઼ભ્ ગ્રોથ રેટ પર પડી શકે છે.