વર્લ્ડ કેન્સર ડેઃ કેન્સર સામે સફળતા મેળવેલ દર્દીઓનો જુસ્સો

 

અમદાવાદઃ આપણે સૌ કપરા કોરોના કાળમાંથી પસાર થઇ રહ્યાં છીએ. જીવનની વાસ્તવિકતા, કસોટીઓ અને ક્ષણભંગુરતાને ખુબ નજીકથી નીહાળી ચૂક્યાં છીએ. બિમારી એ પકડ્યા પછી એમાંથી છુટવાની અને જીવી જવાની જિજિવીશા આપણે હવે જાણીએ છીએ અને આ કાળ પૂરો થવા અને કોરોનાની રસી આવી જતાં હવે લગભગ ભૂલવા પણ માંડ્યાં છીએ.
પણ ક્યારેય એવું વિચાર્યું છે કે ઘણા લોકો એવા રોગો સામે સતત લડતા આવી રહ્યાં છે જે એટલી સહેલાઈથી સારવાર થઇ શકે કે ભૂલાઈ શકે એવો નથી. શું હવે એમનવી માનસિક તાકાત કે જેનાથી આ રોજની લડતમાં જીવનભર એ વિજેતાની જેમ ગર્વથી માથું ઉંચુ રાખીને ફરે છે? દર વર્ષે ચોથી ફેબ્રુઆરી ‘વર્લ્ડ કેન્સર ડે’ તરીકે ઉજવાય છે ત્યારે કોરોના યોદ્ધાઓ સાથે કેન્સર યોદ્ધાઓને યાદ કરવા પણ જરૂરી છે.
દેવાંગ વ્યાસ જે સૌંના કેન્સરની બે સર્જરી પછી પાંચ વર્ષે પણ અડિખમ રીતે વકીલાતમાં આગળ છે એ જણાવે છે કે નિર્ણય લેવામાં ચોકસાઈ, સકારાત્મક અભિગમ અને સતત કાર્યશીલ રહેવાની કોશિષ ખુબ અગત્યનો ભાગ ભજવે છે.
બબીતા શિવનાનીએ મોહન શિવનાનીના ધર્મપત્ની અને અડિખમ સહારો છે. મોહનભાઈની ત્રણ સર્જરીમાં એ હંમેશા સાથે રહ્યાં છે. પરિવારની હુંફ એકબીજાનો સકારાત્મક ટેકો અને ઇશ્વરમાં અપાર શ્રદ્ધા તમને કોઇ પણ મુશ્કેલીમાંથી બહાર લાવી શકે છે. એવો એમનો સુંદર અનુભવ છે.
જયક્રિશ્ન બુદ્ધદેવના મતે ત્વરીત સારવાર અને તબીબી વિજ્ઞાનમાં શ્રદ્ધાના કારણે જ આજે દસ વર્ષ બાદ પણ તેઓ સામાન્ય અને ઉપયોગી જીવન માણી રહ્યાં છે.
અમદાવાદના નામાંકિત કેન્સર સર્જન કૈસ્તુભ પટેલ નામત મુજબ આ દરદીઓ અમારા માટે સતત પ્રેરણા સ્ત્રોત છે. કેન્સર સામેની લડાઈમાં જ્યારે ડોક્ટર્સને થાક લાગે ત્યારે આ વિજેતા દરદીઓની તાકાત અને સાથ અમને ફરી ઊભા થઇ, લડાઈ લડીને જીતવાની પ્રેરણા આપે છે. એમનું યોગદાન અત્યંત મહત્વનું છે.
દુશ્યંત માંડલિક મોં અને ગળાના કેન્સરનાાનિષ્ણાંત અને રીકન્ટ્રક્ટીવ સર્જન છે. એમણે જણાવ્યું કે દરદી સાથે એમનો પરિવાર પણ ખુબ અગત્યનો ભાગ ભજવે છે. મિત્રો સંબંધીઓ, સગાવહાલાની સતત હુંફ અન ેપ્રોત્સાહન દરદીની ઝડપથી ઉભો કરી દે છે અને બમણા જોમથી જીત તરફ લઇ જાય છે. ટીમ વર્કનું આ એક ઉમદા ઊદાહરણ છે.