વર્ચ્યુઅલ કાર્યક્રમમાં દેશને નવા ૩૫ કૃષિ પાકોની ભેટ ધરતા વડા પ્રધાન મોદી

 

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કૃષિ જગતને મોટી ભેટ આપી હતી. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં મોદીએ ૩પ નવા પાકની વેરાઈટી દેશને સમર્પિત કરી હતી.

વડા પ્રધાને સંબોધનમાં કહ્યું કે જે પાકનું વાવેતર જેટલું ઉંડુ હશે તેની ઉપજ એટલી જ સારી રહેશે. આ સાથે નેશનલ ઈનિ્સ્ટટયૂટ ઓફ બાયોટિક સ્ટ્રેસ ટોલરન્સ રાયપુરના પરિસરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ મહત્ત્વના કૃષિ કાર્યક્રમની જાણ વડા પ્રધાન મોદીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા કરી હતી. 

વર્ચ્યુઅલ સંબોધનમાં તેમણે કહ્યું કે આ પાકોની નવી વેરાઈટીને આઈસીએઆર એ ઘણું રિસર્ચ કર્યા બાદ તૈયાર કરી છે. નવા પાકો દ્વારા જળવાયુ પરિવર્તન અને કુપોષણના પ્રભાવને ઓછો કરી શકાશે. તુવેરની ઉપજ વધારવા માટે કામ થયું છે  અને જલ્દી પાકી જાય તેવા ચોખાનો નવો પાક આમાં સામેલ છે. બાજરા, મકાઈ, કુટ્ટુ, ચણા, ચોખા જેવા અન્ય પાકોની વેરાઈટી આ ૩પ પાકોમાં સામેલ છે.

તેમણે વધુમાં જણાવ્યું કે નવા પાકોમાં પોષક તત્ત્વો વધુ છે. ૩પ નવા પાકથી ખેડૂતોની હાલતમાં સુધારો થશે. નવી વેરાઈટીઓ હવામાનને લગતાં બદલાવનો સામનો કરવામાં સક્ષમ છે. રોગપ્રતિકારક શક્તિ વધારે તેવા ચોખાની નવી જાત તૈયાર કરવામાં આવી છે. ચણાની વેરાઈટી એવી છે જે દુષ્કાળની સ્થિતિનો સામનો કરી શકશે.

વડા પ્રધાન મોદીએ કહ્યું કે છત્તીસગઢના નેશનલ ઈનિ્સ્ટટયૂટ ઓફ બાયોટિક સ્ટ્રેસ મેનેજમેન્ટ તરીકે દેશના વૈજ્ઞાનિક કામ માટે નવી સંસ્થા મળી છે. આ સંસ્થા હવામાન અને અન્ય પરિસ્થિતિઓના ફેરફાર પર ઉદ્ભવેલા પડકારો સામે લડવામાં દેશના પ્રયાસોને વૈજ્ઞાનિક મદદ આપશે. અહીંથી જે વૈજ્ઞાનિક તૈયાર થશે, જે સમાધાન તૈયાર થશે, તે દેશની કૃષિ અને ખેડૂતોની આવક વધારવામાં મદદ થશે. પીએમ મોદીએ કહ્યું કે ગત વર્ષથી કોરોનાની લડાઇ વચ્ચે આપણે જોવાનું છે કે કેવી રીતે તીડે અનેક રાજ્યોમાં મોટો હુમલો કર્યો હતો. ભારતે ખૂબ પ્રયાસ કરીને આ હુમલાને રોકયો હતો. ખેડૂતોને વધુ નુકસાનથી બચાવ્યા હતા. નવા પાકની વેરાયટી સિઝનના ઘણા પ્રકારના પડકારો સામે લડવામાં સક્ષમ તો છે જ, તેમાં પૌષ્ટિક તત્ત્વ પણ વધુ છે. તેમાં કેટલીક વેરાયટી ઓછા પાણીવાળા વિસ્તાર માટે અને કેટલાક પાક ગંભીર રોગોથી સુરક્ષિત છે. પીએમ મોદીએ જણાવ્યું કે કેટલાક જલદી તૈયાર થઇ જનાર છે, કેટલાક ખારા પાણીમાં પણ થઇ શકે છે