
તાજેતરમાં ગોવા ખાતે આયોજિ્ત આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં હાજરી આપી રહેલા અભિનેતા વરુણ ધવને પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, મારી ઈચ્છા તો કોમેડિયન બનવાની હતી. ગોવિંદા અને મહેમૂદની કોમેડીૂ મને ખૂબ ગમતી હતી. મારો ઈરાદો ટીવી ચેનલ લઈને મારી પોતાની કોમેડી સિરિયલ રિલિઝ કરવાનો હતો. હું સ્ટેન્ડ અપ કોમેડી કરવા માગતો હતો.અભ્યાસ પૂરો કર્યા બાદ શું કરવું એ વિષે હુ અસ્પષ્ટ હતો મેં બેન્કમાં નોકરી માટે પણ એપ્લાય કર્યું હતું. આખરે મને અભિનયનું ક્ષેત્ર મળી ગયું અને હું એમાં વ્યસ્ત થઈ ગયો છું.