વરુણ ધવન અને સારા અલી ખાનની ફિલ્મ – કુલી નંબર- વનનું પોસ્ટર રિલિઝ કરવામાં આવ્યું .

0
958

કુશળ યુવા અભિનેતા વરુણ ધવને કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર ફિલ્મથી બોલીવુડમાં પદાર્પણ કર્યું હતું. ત્યારબાદ તેણે કેટલીક બ્લોકબસ્ટર ફિલ્મો પણ આપી હતી. વરુણના પિતા ડેવિડ ધવન બોલીવુડના જાણીતા નિર્માતા- નિર્દેશક છે. તેમણે વરુણ ધવનને પેશ કરતી જુડવાની રિમેક બનાવી હતી. હવે તેઓ કુલી નંબર વન બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં વરુણ ધવન સાથે સારા અલી ખાન હીરોઈનની ભૂમિકા ભજવી રહી છે. આ ફિલ્મનું પોસ્ટર તાજેતરમાં રિલિઝ કરવામાં આવ્યું હતું. જેમાં હીરો – હીરોઈન -બન્ને સુંદર – આકર્ષક દેખાય છે. વરુણ કુલીના ગેટઅપમાં છે, તો સારા સેલિબ્રિટી લુકમાં છે. વરુણે પોસ્ટટ રિલિઝ કરતાં પોસ્ટ કરી હતી કે, સારા તેરા બર્થ ડે આયા, મૈ તેરે લિયે પોસ્ટર લાયા…1995માં રિલિઝથયેલી ફિલ્મ કુલી  નંબર વનમાં ગોવિંદા અને કરિશ્મા કપુરે ભૂમિકા ભજવી હતી. જેનું નિર્દેશન પણ ડેવિડ ધવને જ કર્યું હતું. ડેવિડ ધવન અને અભિનેતા ગોવિંદાની જોડીએ અનેક સુપરહિટ ફિલ્મો આપી હતી. ડેવિડ ધવનની નિર્દેશક તરીકે આ 45મી ફિલ્મ છે.