વરિષ્ઠ ભાજપ સાંસદ અને અગ્રણી નેતા સુબ્રમણ્યમસ્વામીએ કર્યો આક્ષેપઃ કેન્દ્રના આર્થિક સચિવ હસમુખ અઢિયા ભ્રષ્ટાચારથી રંગાયેલા છે. તેઓ સોનિયા ગાંધી અને પી ચિદંબરને બચાવી રહયા છે..

0
991

ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કેન્દ્રના મુખ્ય નાણા સચિવ હસમુખ અઢિયા પર ભ્રષ્ટાચાર કરવાનો અને સોનિયા ગાંધી અને પી ચિંદબરમની સામે થઈ રહેલી ભ્રષ્ટાચાર વિષયક તપાસને પાંગળી બનાવવા માટે તપાસ કરી રહેલા અધિકારીઓની ખોટી રીતે ટ્રાન્સફર કરવા માટે કાનૂની કાર્યવાહી કરવાની વિનંતી કરતો પત્ર નાણાંપ્રધાન અરુણ જેટલીને લખ્યો છે. તેમાં સ્વામીએ સૂચન કર્યું હતું કે, હસમુખ અઢિયા સામે કાનૂની કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવે,ભ્રષ્ટાચારની તપાસને અટકાવવા માટેના ગુના સર અધિનિયમની કોલમ 19ની અંતર્ગત, અઢિયા સામે કેસ દાખલ કરવો જોઈએ. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું હતું કે, પીએનબી બેન્કના કરોડો રૂપિયાની ઉચાપત કરનાર નીરવ મોદીએ હસમુખ અઢિયાને કિમતી ભેટ સોગાદો આપી હતી. તેમમે ભેટરૂપે અઢિયાને સોનાના બિસ્કીટો અને બીજી અમૂલ્ય વસ્તુઓ આપી હતી. જેથી કરીને નીરવ મોદી સામે કૌભાંડની તપાસ કરવામાં ન આવે. સ્વામીએ નીરવ મોદી વિદેશ ભાગવામાં અઢિયાએ  મદદ કરી હોવાનો આક્ષેપ મૂક્યો હતો.