વરિષ્ઠ પત્રકાર અને ભાજપ સરકારમાં રાજયકક્ષાના વિદેશમંત્રી એમ જે અકબર પર આશરે બારેક મહિલાઓએ યૌન શોષણ અને શારીરિક છેડતીના આરોપ મૂક્યા છે…પત્રકાર પ્રિયા રમાણી વિુરુધ્ધ એમ જે અકબરે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં માનહાનિનો કેસ નોંઘાવ્યો છે.

0
770

 

પત્રકાર પ્રિયા રમાણીએ હાલમાં દેશમાં જોરશોરથી ચાલી રહેલા મી  ટુ અભિયાનની પરિસ્થિતિમાં જાણીતા પત્રકાર એમ જે અકબર પર યૌન ઉત્પીડનનો આરોપ મૂક્યો હતો. તેની સામે એમ જે અકબરે માનહાનિનો કેસ નોંધાવ્યો હતો. કરંજવાલા એન્ડ કંપની નામની વકીલોની કંપની આ કેસ લડશે. જેમાં વકીલાતનામામાં આશરે 97 જેટલા વકીલોના નામ શામેલ છે. એમ જે અકબર વિરુધ્ધ અનેક યુવતીઓએ જાતીય શોષણની ફરિયાદે નોંધાવી છે. અકબર જયારે મેગેઝિનના સંપાદક તરીકે ફરજ બજાવતા હતા ત્યારે તેમણે કેટલીક  મહિલા પત્રકારો સાથે અણછાજતું વર્તન કર્યું હતું.જો કે એમ જે અકબરે તેમની સામે કરવામાં આવેલા તમામ આક્ષેપોને નકારી કાઢ્યા હતા. તેમણે કહ્યું હતું કે, તેમની સામે બનાવટી ઘટનાઓ રજૂ કરીને આક્ષેપો કરવામાં આવ્યા છે, જે કોઈ પ્રાયોજિત કાવતરું જ લાગે છે. તે જુદા જ આશયથી મને બદનામ કરવા માટે આ કરવામાં આવ્યું છે.