વરિષ્ઠ પત્રકાર અને કટારલેખક કુલદીપ નાયરનું નિધન

નવી દિલ્હીઃ પત્રકારત્વ ક્ષેત્રે ઘણાં વર્ષો સુધી સક્રિય વરિષ્ઠ પત્રકાર, કટારલેખક કુલદીપ નાયરનું અવસાન થયું છે. તે રાજ્યસભાના સાંસદ પણ બન્યા હતા. લેખન સિવાય વિશ્વશાંતિં માટે તેમને ઓળખવામાં આવે છે. માનવઅધિકારના કાર્યકર્તા પણ રહ્યા હતા, ભારત સરકાર પ્રેસ સૂચના અધિકારીના પદ પર વર્ષો સુધી કામ કર્યું હતું. 1996માં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પ્રતિનિધિમંડળના સદસ્ય પણ હતા. 1990માં બ્રિટનમાં ઉચ્ચાયુક્ત નિયુક્ત કરવામાં આવ્યા, 1997માં રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા. બિટવીન ધ લાઇન્સ, ડિસ્ટેન્ટ નેવર – એ ટેલ ઓફ ધ સબ-કોન્ટિનેન્ટ, ઇન્ડિયા આફ્ટર નેહરુ, વોલ એટ વાઘા, ઇન્ડિયા-પાકિસ્તાન રિલેશનશિપ જેવાં ઘણાં પુસ્તકોનું તેમણે લેખન કર્યું હતું. તેમણે નોર્થ યુનિવર્સિટી દ્વારા એલ્યુમની મેરિટ એવાર્ડ 1999, રામનાથ ગોયેન્કા લાઇફટાઇમ અચીવમેન્ટ એવાર્ડ, સિવિક પત્રકારત્વમાં પ્રકાશ કાર્ડલે મેમોરિયલ એવાર્ડ 2014માં પ્રાપ્ત થયો હતો.