વરસો પહેલાં બનેલી હિટ ફિલ્મ સત્તે પે સત્તાની રિ-મેકમાં હૃતિક રોશન અને દીપિકા મુખ્ય ભૂમિકા ભજવશે.. 

0
1224
Handout still from "Super 30".

નિર્માતા – નિર્દેશક રોહિત શેટ્ટી અને ફરાહ ખાન અમિતાભ -હેમા માલિનીની સફળ ફિલ્મ સત્તેપે સત્તા ની રિમેક બનાવવાની તૈયારી કરી રહ્યા છે. આ ફિલ્મમાં રિતિક રોશન અને દીપિકા પદુકોણ લીડ રોલ કરશે . હૃતિક રોશન અને દીપિકા સૌ પ્રથમ વાર એકસાથે ચમકશે, હીરો- હીરોઈનની ભૂમિકામાં. હાલમાં રિલિઝ થયેલી હૃતિક રોશનની ફિલ્મ સુપર 30 એ  ટિકિટબારી પર ધૂમ મચાવી દીધી છે. દેશના ત્રણ રાજ્યોમાં આ ફિલ્મને ટેકસ ફ્રી કરવામાં આવી છે. એક શિક્ષકની ભૂમિકામાં હૃતિકની ભૂમિકાના પ્રેક્ષકો તેમજ ફિલ્મ વિવેચકો મુક્ત કંઠે વખાણ કરી રહ્યા છે. દીપિકા હાલમાં મેઘના ગુલઝારની ફિલ્મોમાં વ્યસ્ત છે. સત્તે પે સત્તા માટે અન્ય કલાકારોની વરણી હજી બાકી છે. અમિતાભ અને હેમાની ભૂમિકા માટે કલાકારો નક્કી થયાછે, હવે ફિલ્મની બાકીની કાસ્ટની પસંદગીનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે.