વરસાદ, હિમવર્ષા અને ભૂસ્ખલનના કારણે કેદારનાથ યાત્રા બંધ

દહેરાદૂનઃ ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ અને હિમવર્ષાના કારણે કેદારનાથ ધામ યાત્રા નવા આદેશ સુધી તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી છે. ખરાબ હવામાન અને ભૂસ્ખલનના કારણે કેદારનાથ અને બદ્રીનાથને જોડતો માર્ગ હાલમાં બંધ કરવામાં આવ્યો છે. પોલીસે તીર્થ યાત્રાળુઓને બ્રહ્મપુરી ચેક પોસ્ટ પર સતર્ક રહેવા માટે સુચના આપી દીધી છે. અને ત્યાથી આગળ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અને આ સાથે ચમોલી બજારની પાસે બજપુલ, ચાડા, પિનૌલા અને તયાપુલ પાસે ભારે કાટમાળ આવવાથી બદ્રીનાથ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. જોશીમઢના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ભૂસ્ખલનના કારણે જે જગ્યા પર રસ્તાઓ બંધ થઈ ગયા હતા ત્યાં ઝડપથી કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. અને આ સાથે ખૂબ જ ઝડપી ફરી યાત્રા શરુ કરી શકાય તેવા પ્રયાસ કરી રહ્યા છે. તેમજ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કેદારનાથ યાત્રા પર જવાવાળા તીર્થયાત્રાળુઓએ હવે 3 મે સુધી રાહ જોવી પડશે. ચારધામા યાત્રાનું રજીસ્ટ્રેશનના જવાબદાર અધિકારીના બતાવ્યા પ્રમાણે ખરાબ હવામાનના કારણે સરકારના આદેશથી 25 થી 30 એપ્રિલ સુધી કેદારનાથ યાત્રાનું રજીસ્ટ્રેશન બંધ કરી દેવામાં આવ્યું છે. પરંતુ હવામાન સાફ ન હોવાથી સરકારે 3 મે સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. તેમજ હાઈવે પરથી કાટમાળ હટાવવાની કામગીરી ખૂબ ઝડપી ચાલી રહી છે. જેના કારણે મારવાડી પુલના પાસે બદ્રીનાથ ધામ પર ટ્રાફિક રોકી દેવામાં આવ્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here