વરસાદના એક ટીપામાંથી ૧૦૦ એલઇડી બલ્બ પેટાવી શકાય એવા જનરેટર શોધ થઈ 

 

લંડનઃ યુનિવર્સિટી ઓફ હોંગકોંગના મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના વૈજ્ઞાનિકોએ વરસાદના પાણીના એક ટીપામાંથી ૧૦૦ એલઇડી બલ્બ પ્રકાશિત કરતા જનરેટરનું સંશોધન કર્યું છે. આ હાઇ કેપેસિટી જનરેટર ઇલેક્ટ્ર્રિસિટી પાવર જનરેશનની દુનિયામાં પ્રભાવક સાબિત થાય એવા સંશોધનની માહિતી ‘જર્નલ નેચર’ના તાજા અંકમાં પ્રગટ થયેલા લેખમાં આપવામાં આવી છે. આ જનરેટરમાં ૧૫ સેન્ટિમીટરની ઊંચાઈથી પાણીનું ૧૦૦ માઇક્રોલિટરનું ટીપું ૧૪૦ વોલ્ટ ઊર્જા પેદા કરી શકે છે. યુનિવર્સિટી ઓફ હોંગકોંગના વૈજ્ઞાનિકોને ઘણાં વર્ષો સુધી આ પ્રોજેક્ટ પર કામ કર્યા બાદ તાજેતરમાં સફળતા મળી છે