વન નેશન, વન રાશન કાર્ડ…

0
1416
A woman who holds a BPL (Below Poverty Line) card buys wheat from a government-run ration shop in the western Indian city of Ahmedabad February 12, 2013. Picture taken February 12, 2013. To match INDIA-BUDGET/ REUTERS/Amit Dave (INDIA - Tags: BUSINESS FOOD SOCIETY POVERTY) - RTR3DTU6

     સમગ્રદેશના તમામ નાગરિકોને એકસમાન અધિકાર અને સવલત મળે, કોઈ પણ ગરીબ વ્યક્તિ તેના હકની સબસિડી અંતર્ગત, ખાદ્યપદાર્થોથી વંચિત ના રહે તેમાટે કેન્દ્ર સરકાર બનતી ત્વરાએ એક યોજના શરૂ કરી રહી છેઃ એક નેશન, એક રાશન કાર્ડ ભારતનો કોઈ પણ નાગરિક કોઈ પણ રાજ્યમાં રહેતો હોય, તે પોતાના રાશન  કાર્ડનો ભારતના કોઈ પણ રાજ્યમાં ઉપયોગ કરીને પોતાના અધિકારનું અનાજ મેળવાી શકશે. આ માટે ગુજરાત, આંધ્રપ્રદેશ, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર રાજસ્થાન સહિત 14 રાજ્યોને ઈલેોકટ્રોનિક પોઈન્ટ ઓફ સેલથી જોડી દેવામાં આવ્યા છે. ટૂંક સમયમાં ભારતના અન્ય રાજ્યોને પણ આ નેશનલ સ્કીમમાં જોડી દેવામાં આવશે. રાશન કાર્ડની સંબંધિત વિગતો સર્વર સાથે જોડવામાં આવી રહી છે. વ્યક્તિ દેશના કોઈ પણ સ્થળેથી જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત, ખરીદી કરી શકશે. સરકાર આ યોજના લાગુ કરીને પીડીએસ, અંતર્ગત, દેશના 81 કરોડ લોકોને આ સુવિધા પહોંચાડવા માગે છે. રાશન કાર્ડને ડિજિટલ સ્વરુપ આપવાનું કાર્ય ચાલી રહ્યું છે. પીડીએસ અંતર્ગત, દરેક વરસે આશરે 612 લાખ ટન અનાજનું  વિતરણ કરવામાં આવે છે. 

 એક વ્યક્તિ એક કરતાં વધુ રાશન કાર્ડ ધરાવી શકશે નહિ. એટલે કે આધાર કાર્ડ અથવા પાન કાર્ડની માફક એક જ રાશન કાર્ડ ધરાવી શકે છે. રાશન કાર્ડ પર એક યુનિક આઈડેન્ટી ફિકેશન નંબર હોય છે. જેને કારણે બનાવટી કાર્ડ બનાવવાનું લગભગ અશક્ય બની જાય છે. 

 કોઈ પણ વ્યક્તિ દેશના કોઈ પણ શહેર કે નગરમાં રોજગાર કમાવવા કે નોકરી માટે જશે તો તેને તે રહેતો હોય તે સ્થળે આવેલી સરકાર માન્ય દુકાનમાંથી રાશન કાર્ડનો તમામ ખાદ્ય સામાન મળી શકશે. રાશનકાર્ડ ધારકે કોઈ એકજ દુકાન કે દુકાનદાર પર આધાર રાખવો પડશે નહિ. ઉપરોકત વ્યવસ્થા માટે તમામ જાહેર વિતરણ વ્યવસ્થા ( દુકાનો )ને ઈન્ટરનેટ સાથે જોડી દેવામાં આવી છે.