વન-ડે ઈતિહાસની સૌથી મોટી જીત: ભારતે શ્રીલંકાને ૩૧૭ રનથી હરાવ્યું

 

તિરુવનંતપુરમ્:‚તિરૂવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી શ્રીલંકા સામેની ત્રીજી વન-ડેમાં ટીમ ઇન્ડિયાએ ૩૧૭ રનથી જીત મેળવી હતી. આ સાથે ટીમ ઇન્ડિયાએ શ્રેણી પણ ૩-૦થી પોતાના નામે કરી હતી. ભારતની આ જીત વન-ડે ઈતિહાસમાં કોઈપણ ટીમની આ સૌથી મોટી જીત છે. આ પહેલા સૌથી મોટી જીતનો રેકોર્ડ ન્યૂઝીલેન્ડના નામે હતો.

પ્રથમ બેટિંગ કરતા ભારતે ૫૦ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ૩૯૦ રન બનાવ્યા હતા. શુભમન ગિલે ૧૧૬ રન અને વિરાટ કોહલીએ ૧૬૬ રનની અણનમ ઇનિંગ રમી હતી. જવાબમાં શ્રીલંકાની ટીમે ૨૨ ઓવરમાં નવ વિકેટ ગુમાવીને ૭૩ રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. એશેન બંદારા ઈજાના કારણે મેદાન પર આવી શક્યો ન હતો. ભારતે પણ શ્રીલંકાને ૩-૦થી ક્લિન સ્વીપ કર્યું હતું. ટીમ ઈન્ડિયાએ ચોથી વખત શ્રીલંકાને વનડે શ્રેણીમાં ક્લિન સ્વીપ કર્યું છે. ભારતે પ્રથમ વનડે ૬૭ રનથી અને બીજી વનડે ચાર વિકેટે જીતી હતી.

ભારતની ઘાતક બોલિંગ સામે શ્રીલંકાના માત્ર ત્રણ બેટ્સમેન ડબલ ફિગર સુધી પહોંચી શક્યા હતા. શ્રીલંકા તરફથી ઓપનર નુવાનિડુ ફર્નાન્ડોએ સૌથી વધુ ૧૯ રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન દાસુન શનાકાએ ૧૧ અને કસુન રજિથાએ અણનમ ૧૩ રન બનાવ્યા હતા. આ સિવાય અવિષ્કા ફર્નાન્ડો ૦૧, કુસલ મેન્ડિસ ૦૪, ચરિથ અસલંકા ૦૧, વાનિન્દુ હસરાંગા ૦૧ અને ચમિકા ક‚ણારત્ને ૦૧ રને પેવેલિયન પરત ફર્યા હતા. ભારત તરફથી મોહમ્મદ સિરાજે ૧૦ ઓવરમાં ૩૨ રન આપીને ચાર વિકેટ લીધી હતી. જ્યારે મોહમ્મદ શમી અને કુલદીપ યાદવને ૨-૨ સફળતા મળી હતી.

અગાઉ ટીમ ઇન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ટીમ ઇન્ડિયાની શ‚આત સારી રહી હતી. કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે પ્રથમ વિકેટ માટે ૯૨ બોલમાં ૯૫ રનની ભાગીદારી કરી હતી. રોહિત ૪૯ બોલમાં ૪૨ રન બનાવીને આઉટ થયો હતો. આ પછી શુભમને કોહલી સાથે મળીને ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું હતું. બંનેએ બીજી વિકેટ માટે ૧૧૦ બોલમાં ૧૩૧ રનની ભાગીદારી નોંધાવી હતી. 

શુભમન ગિલે ૮૯ બોલમાં પોતાની વન-ડે કારકિર્દીની બીજી સદી ફટકારી હતી. ભારતમાં આ તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય સદી હતી. શુભમને ૯૭ બોલમાં ૧૧૬ રનની ઇનિંગ્સ રમી હતી. આ પછી કોહલીએ શ્રેયસ ઐય્યર સાથે મળીને ટીમ ઈન્ડિયાની ઈનિંગ્સ સંભાળી હતી. બંનેએ ત્રીજી વિકેટ માટે ૭૧ બોલમાં ૧૦૮ રનની ભાગીદારી નોંધાવી હતી. આ દરમિયાન કોહલીએ ૮૫ બોલમાં સદી ફટકારી હતી. આ તેની વન-ડે કરિયરની ૪૬મી સદી હતી. વનડેમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે કોહલી હવે સચિન તેંડુલકરથી માત્ર ત્રણ સદી પાછળ છે.

છેલ્લી ચાર વનડે ઇનિંગ્સમાં આ કોહલીની ત્રીજી સદી હતી. ટીમ ઈન્ડિયાને શ્રેયસના ‚પમાં ત્રીજો ઝટકો લાગ્યો હતો. તે ૩૨ બોલમાં ૩૮ રન બનાવીને આઉટ થયો હતો. કે એલ રાહુલ અને સૂર્યકુમાર યાદવ કંઈ ખાસ કરી શક્યા ન હતા. રાહુલ સાત રન અને સૂર્યા ચાર રન બનાવીને આઉટ થયો હતો. કોહલીએ ૧૦૬ બોલમાં ૧૫૦ રન પૂરા કર્યા. કોહલી ૧૧૦ બોલમાં ૧૩ ચોગ્ગા અને આઠ છગ્ગાની મદદથી ૧૬૬ રન બનાવીને અણનમ રહ્યો હતો. શ્રીલંકા તરફથી રજિથા અને લાહિ‚એ બે-બે વિકેટ લીધી હતી. આ સાથે જ  કરૂણારત્નેને એક વિકેટ મળી હતી. છેલ્લી પાંચ ઓવરમાં ભારતે ૫૮ રન બનાવ્યા હતા અને ત્રણ વિકેટ ગુમાવી હતી