વડોદરામાં ૫૦થી વધુ ટ્રાન્સજેન્ડરો ભાજપમાં જોડાયા

 

વડોદરાઃ ગુજરાતના રાજકારણમાં હવે સમાજની ત્રીજી જાતિ એટલે કે ટ્રાન્સજેન્ડર લોકો પણ પ્રવેશ કરશે. સમગ્ર રાજ્યમાંથી ૫૦ જેટલા ટ્રાન્સજેન્ડર બુધવારે ભાજપમાં જોડાયા છે. રાજપીપળાના રાજવી માનવેન્દ્ર સિંહ પણ ભાજપના સભ્ય બન્યા છે. તમામ ટ્રાન્સજેન્ડરોનું ભાજપના કાર્યાલય ખાસે પાર્ટીનો ખેસ પહેરાવી સ્વાગત કરાયું હતું. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ છે. આ સાથે રાજકીય પાર્ટીઓમાં ઉમેદવારો છે. આ કડીમાં વડોદરામાં ટ્રાન્સજેન્ડર લોકો ભાજપમાં જોડાયા હતા. કાનૂની દરજ્જો મેળવ્યા બાદ ત્રીજા સમુદાયના પુરુષ અને સ્ત્રીઓને અન્ય સમુદાયની જેમ જ સમાન સ્થાન મળે તે માટેના પ્રયત્નો ભાજપ દ્વારા કરવામાં આવ્યા છે. વડાદરામાં ટ્રાન્સજેન્ડર્સ ભાજપના સક્રિય કાર્યકર તરીકે જોડાયા હતા. તમામ ટ્રાન્સજેન્ડરોએ ભાજપનો ખેસ ધારણ કરીને વિધિવત ભાજપના કાર્યકર તરીકે સ્થાન મેળવ્યું હતું