વડા પ્રધાન મોદી અને ફ્રાંસના પ્રમુખે અફઘાન સંકટ મામલે ચર્ચા કરી

 

પેરિસઃ ક્વાડ ગ્રૂપ હોવા છતાં અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયાએ ઓકસ ગ્રૂપ બનાવ્યા બાદ ફ્રાન્સના પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રોએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી હતી. બંને નેતાઓએ હિંદ પ્રશાંત ક્ષેત્રમાં સહયોગ અંગે મંત્રણા કરી હતી. ઓકસ ગ્રૂપની રચના બાદ મેક્રો પ્રથમ વાર ભારતના વડા પ્રધાન મોદી સાથે વાતચીત કરી હતી. મેક્રો અને મોદીએ અફધાનિસ્તાનના સંકટ જેવા મુદ્દાની પણ ચર્ચા કરી હતી. બંને નેતાઓ મુક્ત અને સમાવેશી હિંદ પ્રશાંત વિસ્તારમાં સંયુક્ત રીતે કાર્ય કરવાની ઇચ્છાને પુષ્ટી આપી હતી. તેમનો હેતુ કોઇ પણ પ્રકારના આધિપત્યનો ઇનકાર કરીને પ્રાદેશિક સ્થિરતા અને કાનૂના શાસનને પ્રોત્સાહન આપવાનો છે. 

બંને નેતાઓ પર્યાવરણમાં ફેરફાર, કોરોના વાઇરસ, ત્રાસવાદી જેવા મુદ્દાની પણ ચર્ચા કરી હતી. મોદી અને મેક્રોને તમામ ક્ષેત્રોમાં અને ખાસ કરીને આર્થિક ક્ષેત્રમાં દ્વિપક્ષીય સંબોધને મજબૂત કરવાની વાત કરી હતી. અહીં ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાએ તાજેતરમાં ફ્રાન્સ સાથેના અબજો ડોલરના પરમાણુ સબમરિન કોન્ટ્રાક્ટને રદ કર્યો હતો અને અમેરિકા સાથે કરાર કર્યો હતો, તેના વળતા હુમલા તરીકે ફ્રાન્સે અમેરિકા અને ઓસ્ટ્રેલિયા ખાતેની પોતાના રાજદૂતોને પાછા બોલાવી દીધી હતા.