વડા પ્રધાન મોદીની અપીલઃ પ્રેરણાદાયી લોકોને પદ્મ એવોર્ડ માટે નોમિનેટ કરો

 

નવી દિલ્હીઃ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે લોકોને વિનંતી કરી છે કે તમે પોતાના પસંદગીના પ્રેરણાદાયી લોકોના નામ પદ્મ પુરસ્કારો માટે નોમિનેટ કરો, જે જમીની સ્તર પર અસાધારણ કામ કરી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક ટ્વીટ કર્યું કે ભારતમાં જમીની સ્તર પર અસાધારણ કામ કરનાર અનેક લોકો છે, પરંતુ તેમના અંગે ખૂબ ઓછા લોકો જાણે છે. મોદીએ પદ્મ પુરસ્કાર માટે વેબસાઈટની લીંક શેર કરીને ટ્વીટ કર્યું કે, ભારતમાં કેટલાય પ્રતિભાશાળી લોકો છે, જે જમીની સ્તર પર અસાધારણ કામ કરી રહ્યા છે, જેમના અંગે વધારે દેખવા કે સાંભળવા મળતું નથી. શું તમે એવા પ્રેરક એવા લોકોને જાણો છો? તમે એમનું નામ પદ્મ એવોર્ડ માટે નોમિનેટ કરી શકો છો. નામ નોમિનેટ કરવાની છેલ્લી તારીખ ૧૫ સપ્ટેમ્બર  છે. અહીંયા નોંધવું રહ્યું કે, પદ્મ પુરસ્કાર પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન છે.

ગત વર્ષોમાં કેન્દ્રની મોદી સરકારે અસંખ્ય અજાણી પ્રેરણાદાયી હસ્તીઓનું તેમના ક્ષેત્રમાં સિદ્ધિ અને સમાજમાં યોગદાન બદલ પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયું હતું.  ૧૯૫૪થી શરૂ કરાયેલાં પદ્મ પુરસ્કારની જાહેરાત પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ કરવામાં આવે છે.