વડા પ્રધાન બનવાનો નરેન્દ્ર મોદીએ અટલ બિહારી વાજપેઈનો રેકોર્ડ તોડ્યો

 

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે અટલ બિહારી વાજપેઇને પાછળ રાખીને સૌથી લાંબા સમય સુધી સત્તારૂઢ રહેવાવાળા વડા પ્રધાન બનવાનો રેકોર્ડ બનાવ્યો છે, વાજપેઇ પોતાના તમામ કાર્યકાળને મિલાવીને ૨,૨૬૮ દિવસો સુધી દેશનાં વડા પ્રધાન રહ્યા હતાં. જે આજ પહેલા સૌથી લાંબો સમય સુધી સત્તા પર રહેનારા ગેર કોંગ્રેસી વડા પ્રધાન હતાં, નરેન્દ્ર મોદીએ ગુરુવારે તેમને આ બાબતે પાછળ રાખ્યા છે. 

વર્ષ ૨૦૧૪નાં લોકસભા ચુંટણીમાં નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી હતી, તેમણે ૨૬ મે ૨૦૧૪નાં દિવસે પદનાં શપથ લીધા, બાદમાં વર્ષ ૨૦૧૯નાં લોકસભા ચુંટણીમાં ભાજપે વધુ એક મોટી જીત હાંસલ કરી અને નરેન્દ્ર મોદી બીજી વખત વડા પ્રધાન બન્યા, હવે તે ભારતીય ઇતિહાસમાં ચોથા લાંબા સમય સુધી સેવા આપનારા વડા પ્રધાન બની ચુક્યા છે. વાજપાઇ ત્રણ વખત ભારતનાં વડા પ્રધાન બન્યા, તે પહેલી વખત વર્ષ ૧૯૯૬માં પીએમ બન્યા પરંતું બહુમતી સાબિત ન કરી શક્યા, ત્યાર બાદ તે ૧૯૯૮ અને ૧૯૯૯માં વડા પ્રધાન બન્યા અને વર્ષ ૨૦૦૪ સુધી સત્તા પર રહ્યા, વાજપેઇ પહેલા એવા બિન-કોંગે્રસી વડા પ્રધાન હતા, જેમણે પોતાનો કાર્યકાળ પુરો કર્યો હતો. જો સૌથી લાંબા સમય સુધી વડા પ્રધાન રહેવાની વાત કરીએ તો આ રેકોર્ડ પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરુનાં નામે છે, તે ૧૬ વર્ષ અને ૨૮૬ દિવસ સુધી વડા પ્રધાન રહ્યા, બીજા નંબરે તેમની પુત્રી ઇંદિરા ગાંધી છે, જે ૧૫ વર્ષ ૩૫૦ દિવસો સુધી વડાપ્રધાન રહ્યા.