વડા પ્રધાન નરેન્દ્ર મોદી બન્યા સોમનાથ મંદિર ટ્રસ્ટના નવા ચેરમેન 

 

ગાંધીનગરઃ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જવાબદારીઓમાં વધુ એક જવાબદારી ઉમેરાઇ છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના અવસાન પછી સોમનાથ ટ્રસ્ટના ચેરમેનનું પદ ખાલી હતું. નવા ચેરમેનની વરણી કરવા માટે ટ્રસ્ટીઓની બેઠક કરવામાં આવી હતી જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ચેરમેન બનાવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. નરેન્દ્ર મોદી સોમનાથ ટ્રસ્ટના આઠમા ચેરમેન બન્યા છે