વડાપ્રધાન મોદી આગામી પ્રધાનમંડળની રચનામાં અનેક પરિવર્તન કરશે…

0
907

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવા પ્રધાનમંડળમાં સોથીમોટું પરિબળ છે- ભાૈજપના પ્રમુખ અમિત શાહ. જો મોદીજી અમિત શાહને કેબિનેટમાં કોઈ મહત્વનું ખાતું સોંપે એવી પ્રબળ સંભાવના છે. હાલના નાણાંપ્રધાન અરુણ જેટલીની સબિયત નરમ રહ્યા કરે ચે. વળી તેમણે કીડનીનું ટ્રાન્સપ્લાન્ટ કરવ્યું હોવાથીતેઓ વધુ શ્રમ લઈ શકતા નથી. તેમની ગેરહાજરીમાં કેન્દ્રનું વચગાળાનું બજેટ પણ રાજયકક્ષાના નાણાપ્રધાન પીયૂષ ગોયલે રજૂ કર્યું હતું. આથી અરુણ જેટલીને કોઈ હળવી કામગીરી સોંપવામાં આવે એવું મનાય છે. રાજનાથ સિંહ, સુષમા સ્વરાજ, નીતિન ગડકરી વગેરેનું કેબિનેટમાં સ્થાન નિશ્ચત છે. તેમને હાલના ખાતાનો જ અખત્યાર સોંપવામાં આવશે. સ્મૃતિ ઈરાનીએ અમેઠી મત- વિસ્તારમાંથી ક્રોગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને પરાજિત કર્યા છે. આથી તેમનું યોગદાન મોટું છે.આથી વડાપ્રધાન તેમને વિશેષ મહત્વનું ખાતુ સોંપે એવું બની શકે. કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદથી મોદી નારાજ છે. તેમની હાલત કફોડી છે. કેન્દ્રીય કેબિનેટમાં વિનય સહસ્ત્રબુધ્ધે અને ભૂપેન્દ્ર યાદવનો પણ સમાવેશ કરવામાં આવે એમ માની  શકાય.