વડાપ્રધાન મોદી અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે હૈદરાબાદ હાઉસમાં થયેલી  મંત્રણા બાદ કરાયેલી ઘોષણાઃ સંરક્ષણ કરાર પર મહોર મારવામાં આવી, ટ્રેડ ડિલ અંગે વાતચીત શરૂ કરાશે …રૂપિયા એકવીસ હજાર કરોડના સંરક્ષણ કરાર પર સહી- સિક્કા કરવામાં આવ્યા. ભારતને મળશે સૈન્યને લગતી સાધન- સામગ્રી..      

0
1251

 

       ભારતની બે દિવસની મુલાકાતે  આવેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમજ તેમના પત્ની મેલેનિયા અને તેમનાં પુત્રી, જમાઈનું અતિ ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. અમદાવાદની મુલાકાત દરમિયાન અમદાવાદ સહિત  ગુજરાતની જનતાએ- ખૂબજ ઉષ્માભેર તેમને આવકાર્યા હતા. અમદાવાદ સ્થિત મોટેરા સ્ટેડિયમમાં આશરે એક લાખ લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં પ્રમુખ ટ્રમ્પનું અભિવાદન કર્યું હતું.  

  અમદાવાદની મુલાકાત પતાવ્યા બાદ પ્રમુખ ટ્રમ્પ આગ્રાના તાજમહેલની મુલાકાતે ગયા હતા. ત્યાં તેમણે આશરે બે કલાકનો સમય વિતાવ્યો હતો. 

 નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી વચ્ચે વન ટુ નવ અને પ્રતિનિધિસ્તરની બેઠકો યોજવામાં આવી હતી. ભારત અને અમેરિકાએ 3 અબજ ડોલરના સંરક્ષણ કરાર પર સહી સિક્કા કર્યા હતા. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, પાકિસ્તાનની ધરતી પર આતંકવાદને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. પાકિસ્તાનમાંથી વકરી રહેલા આતંકવાદ પર લગામ લગાવવાની જરૂરત છે. 

 અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમપનું ભારતમાં ભવ્ય સ્વાગત કતરવામાં આવ્યું એવાતની દુનિયાભરમાં પ્રશંસા થઈ રહી છે. પ્રમુખ ટ્રમ્પને રાષ્ટ્રપતિભવનમાં ખાસ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તેમને 21 તોપોની સલામી આપવામાં આર્વી હતી. પ્રમુખ ડોનાલ્ડ ટ્ર્મ્પે રાજઘાટ પર જઈને મહાત્મા ગાંધીજીની સમાધિ પર પુષ્પાંજલિ આપી હતી. 

  સંરક્ષણ સોદા અંગે જણાવવવામાં આવ્યું હતું કે, અમેરિકાથી 24 એમ એચ -60 રોમીયો હેલિ્કોપ્ટર ખરીદવામાં આવશે. ઉપરાંત ભારત અમેરિકા પાશેથી 80 કરોડ ડોલરની કિંમતના અપાચે હેલિકોપ્ટર પણ ખરીદશે. 

 વડાપ્રધાન મોદીએ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે, અમે ભારત- અમેરિકા વચ્ચે ભાગીદારીની બાબતો પર ચર્ચા કરી હતી. અમે ઊર્જા, વ્યાપાર, તેમજ પરસ્પર વાતચીત ( પીપલ ટુ પીપલ) અંગે ચર્ચા કરી હતી. ભારતની અનેરી મહેમાનગતિ બદલ પ્રમુખ ટ્રમ્પે આભારની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, તમારી પ્રેમભરી મહેમાનગતિને હું કદીભૂલીશ નહિ, હંમેશા યાદ રાખીશ.