વડાપ્રધાન મોદીનો નિર્દેશઃ મહાત્મા ગાંધીની 150મી જનમજયંતી નિમિત્તે ભાજપના દરેક સંસદસભ્ય પદયાત્રા કરશે .

0
505

       વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતી નિમિત્તે ભાજપના દરેક સંસદસભ્ય આગામી 2 ઓકટોબરથી 31 ઓકટોબર સુધી પોતપોતાના સંસદીય ક્ષેત્રમાં પદયાત્રા કરશે. ભાજપનો દરેક સાંસદ પ્રતિદિન 15 કિમી. પદયાત્રા કરશે. આ પદયાત્રા દરમિયાન તેમના સંસદીય મત- વિસ્તારમાં સ્વાતંત્ર્ય ચળવળ અને વૃક્ષારોપણના વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવશે. આ રીતે મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતીની ઉજવણી સાર્વજનિક સ્તરે યાદગાર બનાવવા માટે વડાપ્રધાન મોદી નૂતન આયોજન કરી રહ્યા છે. 

  ભાજપના સંસદીય દળની બેઠક બાદ કેન્દ્રીયપ્રધાન પ્રહલાદ જોષીએ જણાવ્યું હતું કે, લોકસભા તેમજ રાજયસભા- બન્ને ગૃહોના સાંસદો આ પદયાત્રામાં શામેલ થશે.