વડાપ્રધાન મોદીને રશિયાનું સર્વોચ્ચ સન્માન ઓર્ડર ઓફ ધ સેન્ટ એન્ડ્રુ ધ એપોસ્ટલ એનાયત કરવામાં આવશે – રશિયન દૂતાવાસ દ્લારા અપાયેલી માહિતી ..

0
1019

ભારત અને રશિયા વચ્ચે મજબૂત દ્વિપક્ષીય સંબંધોની શરૂઆત માટે સૌથી મહત્વનું અને ઉત્કૃષ્ટ  યોગદાન આપવા માટે તેમને રસિયાનો ઉપરોક્ત સૌથી મોખરાનો ગણાતો એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ માહિતી રશિયન દૂતાવાસના એક અધિકારી દ્વારા આપવામાં આવી હતી. રશિયાના અધિકારીના જણાવ્યા અનુસાર,ભારત અને રશિયા બન્ને દેશો વચ્ચે દ્વિપક્ષીય રાીજકીય સંબંધોને મજબૂત કરવા માટે ઉત્તમ યોગદાન આપનારા મહાનુભાવ નરેન્દ્ર મોદી છે.ભારત- રશિયા  વચ્ચે વધુ ઘનિષ્ઠ સંબંધો થાય તે માટે નરેન્દ્રભાઈએ આપેલું યોગદાન અતિ મહત્વનું છે. તેમાટે રશિયાની સરકાર દ્વારા તેમનું આ એવોર્ડ આપીને વિશિષ્ટસન્માન કરવામાં આવ્યું છે. રશિયાના અધિકારીએ આપેલી માહિતી મુજબ, સાહિત્ય, સંગીત અને કલા , વિજ્ઞાનના ક્ષેત્રની વ્યક્તિઓને આપવામાં આવે છે. જે વ્યક્તિઓના ઉત્તમ યોગદાનને કારણે રશિયાની સમૃધ્ધિ અને ગૌરવમાં વધારો થાય છે. આ સન્માન પોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી બજાવનારા રાષ્ટ્રના વડાઓને પણ આપવામાં આવે છે. આ અગાઉ ઉપરોકત એવોર્ડ ચીનના પ્રમુખ શી જિનપિંગને, કઝાકસ્તાનના રાષ્ટ્રપતિ નુરસુલ્તાનનજરવાયેવ તેમજ અજરબૈઝાનના રાષ્ટ્રપતિ ગ્યેદાર એલિયેવને એનાયત કરવામાં આવ્યો હતો.

 આ અગાઉ થોડાક સપ્તાહો પહેલાં સંયુક્ત આરબ અમીરાતના પ્રમુખ શેખ ખલીફા બિન જાયેેદઅલ નહયને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાયેદ મેડલથી સન્માનિત કરવાની ઘોષણા કરી હતી. જાયેદ મેડલ- એ  એઈએ દ્વારા કોઈ પણ દેશના રાષ્ટ્ર અધ્યક્ષને આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન છે. મોદીને આસન્માન બન્ને દેશો વચ્ચેની મૈત્રી અને ઉષ્માપૂર્ણ રાજદ્વારી સંબંધોને મજબૂત કરવાના સફળ કાર્યમાટે આપવામાં આવ્યું હતું.

     વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફેબ્રુઆરી , 2019માં સાઉથ કોરિયાે સિઓલ શાંતિ પુરસ્કૈાર એનાયત કરીને સન્માનિત  કર્યા હતા.મોદી આ સન્માન મેળવનારા 14મા મહૈાનુબાવ હતા. આસન્માન- પારિતોષિક 1988માં સિયોલ ઓલિમ્પિકના સફલ આયોજન બાદ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં પુરસ્કારરૂપે મળેલી 1કરોડ, 30 લાખ રૂપિયાની રકમ મોદીજીએ નમામિગંગે પ્રોજેક્ટને સમર્પિત કરી દીધી હતી. આ ઉપરાંત પર્યાવરણના ક્ષેત્રમાં નરેન્દ્ર મોદીે આપેલા વિશિષ્ટ યોગદાન માટે તેમને યુનાઈટેડ નેશન્સ -યુનો દ્વારા ચેમ્પિયન ઓફ ધ અર્થ એવોર્ડઆપવામાં આવ્યો હતો. યનોના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેશે નવી દિલ્હીમાં મોદીને ઉપરોક્ત એવોર્ડ એનાયત કર્યો હતો.