વડાપ્રધાન મોદીઍ નાગપુરમાં ૭૫ હજાર કરોડ રૂપિયાના ૧૧ પ્રોજેક્ટપનું લોકાર્પણ કર્યુ

 

નાગપુરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીઍ મહારાષ્ટ્રમાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના મતવિસ્તાર નાગપુરમાં કુલ રૂ. ૭૫,૦૦૦ કરોડના વિવિધ વિકાસકાર્યનું લોકાર્પણ કરીને રાજ્યને ‘સમૃદ્ધિ મહામાર્ગ’ પર મૂક્યું હતું. સમૃદ્ધિ મહામાર્ગ અથવા નાગપુર-મુંબઈ સુપર કોમ્યુનિકેશન ઍક્સપ્રેસવે પ્રોજેક્ટ સમગ્ર દેશમાં કનેક્ટિવિટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવાના મોદીના વિઝનને સાકાર કરવાની દિશામાં ઍક મોટું પગલું છે. આશરે રૂ. ૫૫,૦૦૦ કરોડના ખર્ચે બનેલો ૭૦૧ કિલોમીટરનો ઍક્સપ્રેસવે ભારતના સૌથી લાંબા ઍક્સપ્રેસવે પૈકીનો ઍક છે. તે મહારાષ્ટ્રના ૧૦ જિલ્લા અને અમરાવતી, ઔરંગાબાદ અને નાસિકના અગ્રણી શહેરી વિસ્તારોમાંથી પસાર થાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીઍ જણાવ્યું હતું કે શોર્ટકટથી કોઈ દેશ ચાલી નથી શકતો. દેશની પ્રગતિ માટે સ્થાયી વિકાસ અને સ્થાયી સમાધાન સાથે કામ કરવા ઉપરાંત દીર્ઘદૃષ્ટિ ખૂબ જરૂરી છે. પહેલી ઔદ્યોગિક ક્રાંતિ આવી ત્યારે ભારત તેનો લાભ નહોતું ઊઠાવી શક્યું. બીજી અને ત્રીજી ઔદ્યોગિક ક્રાંતિમાં પણ આપણે પાછળ રહી ગયા હતા, પરંતુ આજે ચોથી ઔદ્યોગિક ક્રાંતિનો સમય છે ત્યારે દેશ ઍ તક ગુમાવી શકે ઍમ નથી અને ભારત આ તકનો લાભ ઊઠાવશે, ઍમ તેમણે કહ્નાં હતું.

છેલ્લાં આઠ વર્ષમાં આપણે વિચાર અને અભિગમ બંને બદલ્યા છે ઍમ જણાવતાં તેમણે કહ્નાં હતું કે અમે સબ કા સાથ, સબ કા વિશ્વાસ, સબ કા વિકાસ અને સબ કા પ્રયાસ પર જોર આપી રહ્ના છીઍ. હું જ્યારે સબ કા પ્રયાસ કહું છું ત્યારે તેમાં તમામ દેશવાસીઓ અને રાજ્યો સામેલ છે. નાના-મોટા બધાનું સામર્થ્ય વધશે ત્યારે જ દેશ વિકસિત બનશે, ઍમ તેમણે કહ્નાં હતું. વિકસિત રાષ્ટ્રના વિરાટ સંકલ્પ સાથે દેશ આગળ વધી રહ્ના છે, સામૂહિક તાકાત જ વિકસિત ભારતના નિર્માણનો માર્ગ છે, ઍમ જણાવતાં તેમણે કહ્નાં હતું કે વિકસિત ભારતના નિર્માણનો મંત્ર છે રાષ્ટ્રના વિકાસ માટે રાજ્યનો વિકાસ.

શોર્ટકટથી કોઈ દેશ ચાલી નથી શકતો ઍમ જણાવી તેમણે આક્ષેપ કર્યો હતો કે અમુક પક્ષો શોર્ટકટનું રાજકારણ અપનાવીને દેશના અર્થતંત્રનો નાશ કરવાના પ્રયાસ કરી રહ્ના છે. શોર્ટકટના રાજકારણથી દેશનો વિકાસ થઈ શકે નહીં, અગાઉ કરદાતાઓના રૂપિયા ભ્રષ્ટાચાર અને વોટબેન્કના રાજકારણમાં વપરાઈ જતા હતા. અમારી સરકાર દેશને અત્યાધુનિક માળખાકીય સુવિધાઓ આપવાની સાથે સાથે દેશના અધ્યાત્મિક વિકાસ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, ઍમ તેમણે કહ્નાં હતું. સંકષ્ટી ચતુર્થીના દિવસે ગણેશ ભગવાનની પ્રાર્થના કરીને તમામ સારા કામની શરૂઆત કરવામાં આવે છે. ટેકરી પરના ગણપતિ બાપ્પાને હું પ્રણામ કરૂં છું, ઍમ તેમણે કહ્નાં હતું. વિશ્વના ૩૦ કરતાં પણ વધુ દેશે આયુર્વેદના પરંપરાગત સારવાર પદ્ધતિ તરીકે સ્વીકાર કર્યો છે તેનાથી હું આનંદ અનુભવી રહ્ના છું અને આપણે દેશની આયુર્વેદિક પદ્ધતિને વધુ દેશોમાં માન્યતા મળે તે માટેના પ્રયાસ કરી તેનો વ્યાપ વધારવો જોઈઍ. વડાપ્રધાને મહારાષ્ટ્ર અને ગોવાની મુલાકાત લીધી હતી. તેમણે નાગપુરમાં વંદે ભારત ઍક્સપ્રેસને લીલી ઝંડી આપી હતી, નાગપુર મેટ્રોના તબક્કા-૧નું લોકાર્પણ કર્યું હતું અને ગોવામાં મોપા આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.

મહારાષ્ટ્રમાં મોદીઍ રૂ. ૭૫,૦૦૦ કરોડના પ્રોજેક્ટનું ઉદૃ્ઘાટન કર્યું હતું ઍમ વડા પ્રધાન કાર્યાલય (પીઍમઓ)ઍ ઍક નિવેદનમાં જણાવ્યું હતું. મોદીઍ નાગપુર મેટ્રો ફેઝ-૨નો શિલાન્યાસ કર્યો હતો. નાગપુર અને શિરડીને જોડતા સમૃદ્ધિ મહામાર્ગના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું અને શહેરમાં આવેલી ઍઈમ્સ રાષ્ટ્રને સમર્પિત કરી હતી. વિદર્ભ શહેરમાં ઍક જાહેર સમારંભમાં વડા પ્રધાને રૂ. ૧૫૦૦ કરોડથી વધુના રેલ્વે પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. તેમણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વન હેલ્થ (ઍનઆઇઓ) અને નાગ નદી પ્રદૂષણ નિવારણ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો, સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોકેમિકલ્સ ઍન્જિનિયરિંગ ઍન્ડ ટેક્નોલોજી (સીઆઇપીઇટી) અને સેન્ટર ફોર રિસર્ચ, મેનેજમેન્ટ ઍન્ડ કંટ્રોલ અોફ હિમોગ્લોબિનોપેથીનું ઉદૃ્ઘાટન પણ કર્યું હતું. ગોવામાં વડા પ્રધાને વિશ્વ આયુર્વેદ કોîગ્રેસના સમાપન સમારોહને સંબોધિત કરીને ત્રણ રાષ્ટ્રીય આયુષ સંસ્થાઓનું ઉદૃ્ઘાટન કર્યું હતું.

આ ઍક્સપ્રેસવે નજીકના ૧૪ અન્ય જિલ્લાઓની કનેક્ટિવિટી સુધારવામાં મદદ કરશે. આમ વિદર્ભ, મરાઠાવાડા અને ઉત્તર મહારાષ્ટ્રના પ્રદેશો સહિત રાજ્યના ૨૪ જિલ્લાઓના વિકાસમાં મદદ કરશે. નાગપુર મેટ્રોનો તબક્કો-૧ રૂ. ૮૬૫૦ કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે જ્યારે તેના તબક્કા-૨નો ખર્ચ રૂ. ૬૭૦૦ કરોડથી વધુ થશે. પીઍમઓઍ નોંધ્યું હતું કે મોદીઍ જુલાઈ ૨૦૧૭માં નાગપુરમાં ઍઈમ્સનો શિલાન્યાસ કર્યો હતો અને તેને રૂ. ૧૫૭૫ કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવી છે. ગોવામાં મોપા ઇન્ટરનેશનલ ઍરપોર્ટનો ખર્ચ આશરે રૂ. ૨૮૭૦ કરોડ છે અને ઍરપોર્ટનો પહેલો તબક્કો વાર્ષિક આશરે ૪૪ લાખ મુસાફરો (ઍમપીપીઍ)ની ક્ષમતા ધરાવશે જેને ૩.૩ કરોડ મુસાફરની ક્ષમતા સુધી વિસ્તારી શકાશે.