
પાકિસતાનના વજીર-એ -આઝમ બન્યા પછી પાકિસ્તાનને સંબોધતાં પાકિસ્તાનના નવા વરાયેલા વડાપ્રધાન ઈમરાન ખાને પાકિસ્તાનને સ્વચ્છ અને સુંદર બનાવવાની વાત કરી હતી. દેશમાં દરેક બાળકને સરકારી શાળામાં પર્યાપ્ત શિક્ષણ મળી શકે, મદરેસાની વ્યવસ્થામાં સુધારો થાય, શિક્ષકોના પગારમાં વધારો કરાય વગેરે મુદા્ઓ પર રજૂઆત કરી હતી. પાકિસ્તાનમાં શાંતિનું વાતાવરણ સ્થાપવા માટે બધા જ પાડોશી દેશો સાથે સુમેળ અને શાંતિભર્યા સંબંધો સ્થાપવાની પણ વાત કરી હતી. વિદેશમાં વસતા પાકિસ્તાનીઓને દેશની બેન્કોમાં નાણાં જમા કરાવવાની અપીલ કરી હતી. પાકિસ્તાનને એક સ્વચ્છ સુખી દેશ બનાવવા માટે પોતે કટિબધ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું.