વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પ્રસ્તાવ પર થયેલી ચર્ચાનો જવાબ આપતાં  વિપક્ષોને ચૂપ કરી દીધા…મોદીજીના દોઢ કલાકના ભાષણ દરમિયાન વિરોધ પક્ષના સભ્યોએ વારંવાર ધાંધલ કરીને અંતરાય ઊભો કરવાનો પ્રયાસ કર્યો, પણ વડાપ્રધાને તથ્યો સાથે અસરકારક રજૂઆત કરી…..

 

 

   લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ થયેલી ચર્ચાનો ઉત્તર આપતાં વડાપ્રધાને જુસ્સાદાર કેફિયત રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ખેડૂત આંદોલનની પવિત્રતા છે. ભારતમાં આંદોલનનું મહત્વ છે. પરંત જયારે આંદોલનજીવી પવિત્ર આંદોલનને પોતાના લાભ માટે બરબાદ કરવા માગે છે ત્યારે શું પરિણામ આવે છે.. આંદોલનને નામે રમખાણ કરનારા લોકો, સંપ્રદાયવાદીઓ, નકસલવાદીઓ અત્યારે જેલમાં બંધ છે. ખેડૂત આંદોલનમાં તેમની મુક્તિની માગણી કરવી એ યોગ્ય ગણાય?આ દેશમાં ટોલ પ્લાઝાને દરેક સરકારે સ્વીકાર્યો છે. એ ટોલ પ્લાઝા પર કબજો કરી લેવો, ટોલ પ્લાઝાની વ્યવસ્થાને ચાલવા ના દેલી – આ બધા કૃત્યો શું પવિત્ર આંદોલનને અપવિત્ર કરવાને પ્રયાસ નથી?પંજાબમાં ટેલિકોમ ટાવરને તોડી પાડવામાં આવ્યા એ શું ખેડૂતોની માગણી સાથે જોડાયેલું કૃત્ય હતું?ખેડૂતોના પવિત્ર આંદોલનને અપવિત્ર કરવાનું કામ  આદોલનજીવીઓે કર્યું છે. આવા આંદોલન જીવીઓની જમાતથી દેશને બચાવવો એ બહુ જરૂરી છે. 

 લોકસભામાં રાષ્ટ્રપતિના વકતવ્ય પર થયેલી ચર્ચાનો ઉત્તર આપતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  અનેક અલગ અલગ મુદા્ઓ બાબત વાત કરી હતી. નવા કૃષિ કાનૂનથી શરૂ કરીને તેમણે વિવિધ મુદા્ઓની છણાવટ કરી હતી. મોદી જયારે કૃષિ કાનૂન વિષે બોલી રહ્યા હતા ત્યારે કોંગ્રેસના સાંસદોએ હોબાળો મચાવ્યો હતો. કોંગ્રસના અગ્રણી સંસદ અધીરરંજન ચૌધરી વારંવાર ટોકતા હતા, અંતરાય ઊભો કરતા હતા . આ બધું જોઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલાં તો હસ્યા હતા અને તેમને ચૂપ કરાવી દીધા હતા. પરંતુ ત્યારબાદ વાત વધી જતાં મોદી ગુસ્સે થયા હતા. તેમમે સ્પીકરને ઉદે્શીને કહ્યું હતું કે, આ બધું ચાલતું રહેવું જોઈએ, પણ એની સીમાનું ઉલ્લંઘન થાય એ સારું નથી. આ  અવરોધ અને હોબાળે કરવાનો પ્રયાસ – એ તો એક યોજનાબધ્ધ રણનીતિની અંતર્ગત કરવામાં આવી રહ્યો છે. તેમણે કોંગ્રેસી નેતા અધીર રંજન ચૌધરીને કહ્યું હતું કે, અધીરરંજનજી, પ્લીઝ હવે અટકો. આ સારું નથી લાગતું. હું તમારો આદર કરું છું. હદથી વધારે આગળ કેમ વધો છો… આ નવા કૃષિ કાનૂન કોઈને માટે બંધનકર્તા નથી..એમને માટે વિકલ્પો પણ આપવામાં આવ્યા છે.આંદેલન જીવી આવી રીત અજમાવે છે. આવું થશે તો એના પરિણામ પણ એવાંજ આવશે. આ રીતે લોકોમાં ભય જગાડીને આગ લગાડવાનું કામ કરવામાં આવી રહ્યું છે. એ યોગ્ય નથી. 

    વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, સંસદના ગૃહમાં 15 કલાકથી   પણ વધુ સમય ચર્ચા થઈ હતી. એ માટે હું તમામ સભ્યો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરું છું. ખાસ તો મહિલા સંસદોએ એ ચર્ચામાં વધુ ભાગ લીધો, એ માટે હું એમનો વિષેષ આભારી છું. રિસર્ચ કરીને પોતાના મુદાઓ રજૂ કરવાનો તેમનો પ્રયાસ હતો. પોતાની વાતો અને તથ્યોને પેશ કરીને તેમણે આ ગૃહને તેમજ ચર્ચાને વધુ સમૃધ્ધ કરી હતી. આથી તેમણે કરેલી તૈયારી, તેમના તર્ક  અને દૂરંદેશી માટે હું વિશેષરૂપે મહિલા સાંસદોનો આભાર વ્યક્ત કરું છું. 

 

  તેમણે જણાવ્યું હતું કે, 2047માં જયારે ભારત આઝાદીના 100 વર્ષ પૂર્ણ કરશે ત્યારે આપણો દેશ કયાં હોવો જોઈએ એનો સંકલ્પ કરવાનું કામ આ સંસદ- પરિસરનું છે. અંગ્રેજો કહેતા કે, ભારત અનેક દેશોનો ભનેલો એક દ્વીપ છે અને એને કોઈ એક ના કરી શકે. પરંતુ આપણે એને એક કરી બતાવ્યો છે. આજે 75 વરસની યાત્રામાં આપણે વિશ્વ માટે આશાનું એક કિરણ બનીને ઊભા છીએ. 

   મોદીએ જણાવ્યું હતું કે, કોરોના સંકટકાળમાં ભારતે પોતાને સંભાળ્યું, સાથે સાથે વિશ્વને પણ મદદ કરી .