વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સલાહકાર પ્રદીપકુમાર સિન્હાએ પોતાના હોદા્ પરથી રાજીનામું આપી દીધું….

 

      વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ સલાહકાર પ્રદીપ સિન્હાએ પોતાના પદનું રાજીનામું આપી દીધું હોવાનું સત્તાવાર સમાચાર સૂત્રોએ જણાવ્યું હતું. પોતે અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું સિન્હાએ જણાવ્યું હતું. 2019માં નૃપેન્દ્ર મિશ્રાના રાજીનામા બાદ પ્રદીપ કુમાર સિન્હાને તેમના સ્થાન પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ અગાઉ પ્રદીપ કુમાર સિન્હા  પીએમઓમાં 13 માર્ચ, 2015થી 30 ઓગસ્ટ 2019 સુધી કેબિનેટ સચિવ તરીકે પણ કાર્યરત રહ્યા હતા. તેમને ત્યારબાદ વડાપ્રધાન કાર્યાલયમાં ઓફિસર ઓન સ્પેશ્યલ ડયુટી – તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, તેમણે ઉત્તરપ્રદેશની રાજય સરકારના અનેક મહત્વના હોદા્ઓ પર સફળ કામગીરી બજાવી છે. તે વડાપ્રધાન મોદીના વિશ્વસનીય વ્યક્તિ ગણાતા હતા. તેમણે શિપિંગ અને પેટ્રોલિયમ મંત્રાલયના સચિવ તરીકે પણ કામ કર્યું છે.