વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બુલેટ ટ્રેનનાે  ડ્રીમ પ્રોજેક્ટ મુશ્કેલીમાં – જાપાનની કંપનીએ  ફંડ આપવાનું અસ્થાયીરૂપે અટકાવી દીધું …!

0
786

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બુલેટ ટ્રેનના ડ્રીમ પ્રોજેક્ટ માટે માઠા સમાચાર છે. જેને કારણે ડ્રીમ પ્રોજેક્ટને મોટો ઝટકો લાગ્યો છે. આ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે નાણાં આપનારી જાપાનની એક કંપની  જાપાન ઈન્ટરનેશનલ કો- ઓપરેશન એજન્સીએ બુલેટ ટ્રેન નેટવર્ક માટે નાણાં આપવાનું ( ફન્ડિંગ) કામચલાઉ ધોરણે અટકાવી દીધું છે. જાપાનની કંપનીએ મોદી સરકારને જણાવ્યું હતું કે, આ પ્રોજેકટ પર આગળ વધતા પહેલાં સરકારે દેશના ખેડૂતોની સમસ્યાને ધ્યાનમાં રાખીને એનું નિરાકરણ  કરવાનો પ્રયાસ કરવો જોઈએ. આ બુલેટ ટ્રેન યોજના પાછળ આશરે એક લાખ કરોડ રૂપિયાનો ખચૅ થવાનો છે. 508 કિલોમીટરના ભૂમિ વિસ્તારને આવરી લેતા આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ગુજરાત અને મહારાષ્ટ્ના ખેડૂતોની જમીન સંપાદન કરવાનો મામલો વિવાદમાં સંડોવાયો છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં આશરે 110 કિલોમીટરનો વિસ્તાર મહારાષ્ટ્રના પાલધરથી પસાર થાય છે. જેમાં ખેડૂતો પાસેથી જમીનનું અધિગ્રહણ કરવા અંગે કેન્દ્ર સરકારને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. એ જ રીતે ગુજરાતમાંથી કેન્દ્ર સરકારને 85 હેકટર જમીન સંપાદન કરવા માટે ગુજરાતના 8 જિલ્લાઓના આશરે પાંચ હજાર ખેડૂત પરિવારો પાસેથી જમીન અધિગ્રહણ કરવાની છે.  જાપાનની કંપનીએ હાલ પૂરતું આ પ્રોજેક્ટને ફંડ આપવાનું અસ્થાયી રૂપે અટકાવી દીધું છે. નરેન્દ્ર મોદીની સરકારે આગામી 2022 સુધીમાં બુલેટ ટ્રેનના પ્રોજેક્ટને સાકાર કરવાનું લક્ષ્ય રાખ્યું છે.