વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ સિક્કીમને પહેલા એરપોર્ટની ભેટ આપી

0
839
Source: Twitter/ PMOIndia

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિક્કીમને સૌપ્રથમ વિમાનીમથકની ભેટ આપી છે. પાકયોંગ ગ્રીનફિલ્ડ નામનું આ એરપોર્ટ 45,00 ફૂટની ઊંચાઈ પર આવેલું છે.આ વિમાનીમથક તૈયાર થતાં 9વરસનો સમય લાગ્યો છે. . આ  વિમાનીમથકની આધારશિલા ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના શાસનકાળ દરમિયાન મૂકવામાં આવી હતી. પાકયોંગનું આ વિમાનીમથક સિક્કીમનું પ્રથમ અને ભારતનું 100મું વિમાનીમથક છે. 201 એકરના વિસ્તારમાં ફેલાયેલું આ એરપોર્ટ તૈયાર કરવા માટે 605 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. પાકયોંગ ચીનની સરહદથી 60 કિ.મી. દૂર આવેલું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here