વડાપ્રધાન નરેન્દ્ર મોદી રૂપિયાનું અવમૂલ્યન રોકવા માટે તાકીદની બેઠક બોલાવે  તેવી શક્યતા

0
927

ડોલર સામે રૂપિયાની કિંમત ઘટી રહી છે. શક્ય છે કે આ સપ્તાહના અંતના સમયગાળામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈકોનોમિક રિવ્યુની મહત્વપૂર્ણ બેઠક બોલાવી શકે છે. સરકાર પેટ્રોલિયમ પેદાશોની વધતી જતી કિંમતોને લક્ષમાં રાખીને કોઈક મોટી ઘોષણા  પણ કરી શકે એવી સંભાવના નકારી શકાય નહિ. ચાલુ ખાતાકીય ખાધ અને ચીન- અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરના કારણે ભારતના અર્થતંત્ર પર માઠી અસર પડી રહી છે. સરકાર કદાચ આરબીઆઈ સાથે મળીને એનઆરઆઈ માટે ડિપોઝિટ સ્કીમ પણ લાવીૂ શકે. જેને લીધે કરન્સીના વિદેશી પ્રવાહમાં તે્જી આવશે અને રૂપિયાનું અવમૂલ્યન થતું અટકી જાય …