વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી વધારે સબસ્ક્રાઈબરવાળા નેતા બની ગયા

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા યુટયુબ પર વધી રહી છે, જેમાં તેના પરના સબસ્ક્રાઈબરની સંખ્યા બે કરોડને પાર થઈ છે. એની સાથે યુ-ટ્યુબ ચેનલ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી સૌથી વધારે સબસ્ક્રાઈબરવાળા નેતા બની ગયા છે. અલબત્ત, યુ-ટ્યુબ ચેનલ પર 20 લાખથી વધુ લોકો જોડાયેલા છે.
યુટયુબ પર તેમના લગભગ 23,000 વીડિયો છે. એના સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક્સ, ઈન્સ્ટાગ્રામ અને વોટસએપ ચેનલ પર પણ ફોલોઅરની સંખ્યા વધારે છે. વડા પ્રધાન મોદીએ તેમના એક્સ (અગાઉના ટ્વિટર) પર 94 મિલિયન ફોલોઅર્સ છે, જ્યારે ઈન્સ્ટાગ્રામ પર પણ 82.7 મિલિયન ફોલોઅર્સ છે. આ ઉપરાંત, ફેસબુક પર પણ પીએમ મોદીના 48 મિલિયન ફોલોઅર છે.
નરેન્દ્ર મોદી યુટયુબ ચેનલ પરના વ્યૂઝ અને સબસ્ક્રાઈબર્સની સંખ્યામાં ભારત અને દુનિયાના અન્ય નેતાઓની યુટ્યુબ ચેનલને પાછળ મૂકી દીધા છે. અહીં એ જણાવવાનું કે પીએમ મોદીના સંબંધિત વીડિયોને અપલોડ કરવામાં આવે છે. એની સાથે લાઈવ પ્રસારણ પર આ ચેનલ પર જોવા મળે છે. પીએમ મોદી દેશ-દુનિયામાં જ્યાં પણ જાય છે, તેના કાર્યક્રમોને જોઈ શકાય છે.
દુનિયાના લોકપ્રિય નેતાઓમાં પીએમ મોદી પહેલા ક્રમે છે. તાજેતરમાં આ મુદ્દે કરવામાં આવેલા એક સર્વેક્ષણની યાદીમાં પહેલા ક્રમે નરેન્દ્ર મોદી રહ્યા હતા. ડિસેમ્બર મહિનાની શરુઆતમાં કરવામાં આવેલા સર્વે અનુસાર પીએમ મોદીને 76 ટકા અપ્રુવલ રેટિંગ સાથે સૌથી લોકપ્રિય વૈશ્વિક નેતા બન્યા હતા.
આ જ સર્વેમાં મેક્સિકોના પ્રેસિડન્ટ ઓબ્રાડોર રહ્યા હતા, જેમને 66 ટકા રેટિંગ મળ્યું હતું. આ ઉપરાંત, અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેનને 37 ટકા સાથે આઠમા ક્રમે રહ્યા હતા, જ્યારે ઈટલીનાં પીએમ જ્યોર્જિયા મેલોની 41 ટકા રેટિંગ સાથે છઠ્ઠા ક્રમે રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here