વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની પ્રથમ રેપિડ રેલ પ્રજાજનોને સમર્પિત કરી

ગાઝિયાબાદ: નવરાત્રિમાં દેશને પ્રથમ ‘રેપિડ રેલ’ની ભેટ આપતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આ ટ્રેન મહિલા સશક્તિકરણનું પ્રતીક છે. કારણ કે, તેની તમામ કર્મચારી મહિલાઓ છે. આ ટ્રેન ભારતની નારીશક્તિના આગળ વધતાં પગલાંનંુ પ્રતીક છે, તેવું દિલ્હી-મેરઠ રિજ્યોનલ રેપિડ ટ્રાંઝિટ સિસ્ટમ (આરઆરટીએસ) ‘નમો ભારત’ ટ્રેનને લીલીઝંડી આપતાં મોદીએ કહ્યું હતું.
દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ આરઆરટીએસ કોરિડોરના પ્રાથમિક ચરણનું ઉદઘાટન કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, અમે જેની પાયાવિધિ કરીએ છીએ, તે યોજનાનું ઉદઘાટન પણ કરીએ છીએ. આ સમગ્ર ભારત માટે ઐતિહાસિક ક્ષણ છે, તેવું તેમણે ઉમેર્યું હતું. સામાન્ય જનતા આ ટ્રેનમાં સફર કરી શકશે.
આ અવસરે વડાપ્રધાને કહ્યું હતું કે, આપણે ત્યાં નવરાત્રિમાં શુભ કાર્યના પ્રારંભની પરંપરા છે. દેશની પહેલી નમો ભારત ટ્રેનને પણ મા કાત્યાયનીના આશીર્વાદ પ્રાપ્ત થયેલા છે. મોદી માત્ર યોજનાઓના શિલાન્યાસ કરે છે, એવા વિપક્ષના આક્ષેપોના જવાબમાં વડાપ્રધાને સભાને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે, જિસ કા શિલાન્યાસ હમ કરતે હૈ, ઉસ કા ઉદઘાટન ભી હમ હી કરતે હૈ… સભામાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, ચાર વર્ષ અગાઉ મેં દિલ્હી- ગાઝિયાબાદ-મેરઠ રિજનલ રેલવે કોરિડોર પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આજથી નમો ભારત ટ્રેન સાહિદાબાદથી દોહાઇ સુધી દોડતી થઇ છે.
અગાઉ પણ મે કહ્યું હતું અને આજે ફરીથી કહું છું કે, જિસ કા હમ શિલાન્યાસ કરતે હૈ, ઉસ કા ઉદઘાટન ભી હમ હી કરતે હૈ… મોદીએ સભામાં ખાતરી આપી હતી કે, દોઢ વર્ષમાં નમો ભારત રેપિડ ટ્રેન મેરઠ સુધી દોડતી થઇ જશે. વડાપ્રધાને નમો ભારત ટ્રેન રાષ્ટ્રને સમર્પિત કરીને કહ્યું હતું કે, આ દેશ માટે ઐતિહાસિક ક્ષણ છે. ભારતની પહેલી રેપિડ રેલ સર્વિસ નમો ભારત દેશને સમર્પિત થઇ છે.
આ પહેલી રેપિડ ટ્રેનના સંચાલનની જવાબદારી મહિલા ક્રૂ મેમ્બરોને સોંપાઇ છે. નમો ભારત ટ્રેનમાં પાઈલટથી લઇને તમામ ક્રૂ મેમ્બર મહિલા છે, એ ભારતમાં સ્ત્રીશક્તિના વિકાસની નિશાની છે.
આ કાર્યક્રમમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ, મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, કેન્દ્રના પ્રધાન હરદીપસિંહ પુરી પણ હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, પહેલાં ચરણમાં રેપિડ રેલ ‘નમો ભારત’ ગાઝિયાબાદના સાહિદાબાદથી દોહાઇ ડેપો વચ્ચે દોડશે, જેમાં કુલ પાંચ સ્ટેશન સામેલ હશે. ટ્રેનની ગતિ કલાકના 160 કિ.મી. સુધીની હશે. મેટ્રોની જેમ મહિલાઓ માટે અલગ કોચ હશે, તો 50 ટકાથી વધુ મહિલા સ્ટાફ હશે, કુલ છ કોચ હશ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here