વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે સજ્જ થયું જૂનાગઢ- મોદીના હસ્તે ખાતમૂહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમોનો આરંભ

0
734

જૂનાગઢ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે સજ્જ થયું છે. અહી જૂનાગઢના બિલખા રોડ પર આવેલા પોલીસ મહાવિદ્યાલયના મેદાનમાં બપોરના સમયે વડાપ્રધાનના હસ્તે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાત મૂહૂર્ત યોજવામાં આવ્યું છે. આખા જૂનાગઢ શહેરમાં મોદી મોદીનો નારો ગુંજવા માંડયો છે. જૂનાગઢમાં મોદીની સુરક્ષાનો ખાસ અને કડક બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. સમગ્ર કાર્યક્રમો પર જૂનાગઢના કલેકટર ડો.સૌરભ પારધી નજર સહિત વરિષ્ઠ અધિકારીઓ નજર રાખી રહ્યા છે. લોકો મોદીને સાંભળવા અતિ ઉત્સુક છે. લોકો સભાસ્થળે જઈ શકે  તે માટે જૂનાગઢ સહિત અન્ય શહેરના બસ -તંત્ર તરફથી વ્યવસ્થા કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું હતું. વરસાદી વાતાવરણને કારણે આમ જનતાને હેરાનગતિ ના ભોગવવી પડે તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે.