વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ફ્રાન્સમાં શાહી સ્વાગત

પેરિસ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના પ્રવાસે ફ્રાન્સ પહોંચી ગયા છે. ફ્રાન્સ જતા પહેલાં ફ્રાન્સિસી અખબાર ‘લેસ ઈકોસ’ સાથેની મુલાકાતમાં તેમણે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં ભારતના સમાવેશ પર ભાર મૂક્યો અને કહ્યું હતું કે, ભારત પ્રાચિનકાળથી વૈશ્વિક આર્થિક વિકાસ, ટેકનિકલ પ્રગતિ અને માનવ વિકાસમાં યોગદાન આપવામાં સૌથી આગળ રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફ્રાન્સના રાષ્ટ્રીય દિવસ એટલે કે બેસ્ટિલ ડે પર મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ અપાયું હતું. ફ્રાન્સ રવાના થતાં પહેલાં વડાપ્રધાન મોદીએ ફ્રાન્સિસી અખબારને એક મુલાકાતમાં કહ્યું કે, ભારતના યુવાનો અને કુશળ કાર્યબળ મુક્ત અને લોકતાંત્રિક મુલ્યોથી સજ્જ છે તથા તે ટેક્નોલોજી અપનાવવામાં અને બદલાતી દુનિયાને અનુકૂળ થવા ઉત્સુક છે. ભારતના યુવાનો અને કુશળ કાર્યબળ દુનિયા માટે એક સંપત્તિ હશે.
તેમણે ઉમેર્યું કે, અદ્વિતીય સામાજિક અને આર્થિક વિવિધ તા સાથે દુનિયાના સૌથી મોટા લોકતંત્ર તરીકે અમારી સફળતા દર્શાવે છે કે વિવિધતા વચ્ચે સદભાવ શક્ય છે. શાંતિ, ખુલ્લાપણું, સદભાવ અને સહ-અસ્તિત્વ અમારા ગાઢ મૂલ્યો છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, ભારત વૈશ્વિક સંસ્થાઓમાં તેનું યોગ્ય સ્થાન પુનઃ મેળવવા તૈયાર છે, કારણ કે તે પ્રાચીનકાળથી જ વૈશ્વિક આર્થિક વિકાસ, ટેકનિકલ પ્રગતિ અને માનવ વિકાસમાં યોગદાન આપવા સૌથી આગળ રહ્યું છે. દરમિયાન વડાપ્રધાન મોદીનું ઓરલી એરપોર્ટ પર ફ્રાન્સના વડાપ્રધાન એલિઝાબેથ બોર્ને સ્વાગત કર્યું હતું. ત્યાર પછી વડાપ્રધાન ફ્રાન્સના અન્ય મંત્રીઓ અને નેતાઓને મળ્યા હતા. તેમણે ફ્રાન્સના વડાપ્રધાન એલિસાબેથ બોર્ને અને સેનેટ પ્રમુખ ગેરાર્ડ લાર્ચર સાથે બેઠક કરી હતી, જેમાં તેમણે મહત્વના યુરોપીયન રાષ્ટ્ર સાથે લાંબા સમયથી ચાલતી વ્યૂહાત્મક ભાગીદારી અંગે ચર્ચા કરી હતી. વડાપ્રધાન મોદીએ પેરિસના લા સીએન મ્યૂઝિકલેમાં પ્રવાસી ભારતીયોને સંબોધન કર્યું હતું. ત્યાર તેઓ પ્રમુખ ઈમેન્યુઅલ મૈંક્રોના આવાસ એલસી પેલેસમાં તેમના માટે વિશેષરૂપે યોજાયેલા અંગત ડિનરમાં જોડાયા હતા. અહીં બંને નેતાઓએ દ્વિ-પક્ષીય વાટાઘાટો પણ કરી હતી. દરમિયાન ભારતે ફ્રાન્સ પાસેથી નેવી માટે ૨૬ રાફેલ જેટ અને ૩ સ્કોર્પિયન ક્લાસની સબમરીનની ખરીદી માટેની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. આ બંને પ્રોજેક્ટની અંદાજિત કિંમત રૂ. ૮૦,૦૦૦ કરોડ અને રૂ. ૮૫,૦૦૦ કરોડ હશ