વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 ઓગસ્ટે અયોધ્યામાં રામ-જન્મભૂમિ મંદિર-  નિર્માણનું ભૂમિ- પૂજન કરશે. : મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીના ભવ્ય મંદિરની રચનાનું કાર્ય શરૂ થઈ રહ્યું છે..રામભકતોમાં અનેરો ઉત્સાહ..

 

       આખરે 5 ઓગસ્ટના શુભ દિને શુભ મુહૂર્તમાં શ્રીરામ મંદિરના નિર્માણનું કામ પ્રારંભ થઈ રહ્યું છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ ઓગસ્ટે અયોધ્યામાં રામ- મંદિરના નિર્માણનું ભૂમિ- પૂજન કરશે. વડાપ્રધાનના કાર્યક્રમનું સમયપત્રક તૈયાર કરવામાં આવ્યું છે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર હવે સોના- ચાંદીની ઈંટોનું દાન સ્વીકારશે નહી એમ જણાવવામાં આવ્યું હતું. ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયે દાતાઓને અપીલ કરી હતી કે, ટ્રસ્ટના ખાતામાં રોકડ રકમ (કેશ) જમા કરાવે. ગત જાન્યુઆરી મહિનાથી લોકો , ભક્તો , દાતાઓ ચાંદીની ઈંટો જમા કરાવી રહ્યા છે, જેને કારણે હવે બેન્કના લોકરોમાં પણ  જગા નથી રહી. પહેલા જયારે દાતાઓ ચાંદીની ઈંટ જમા કરાવતા હતા ત્યારે લાગતું  હતું કે, આ તો સામાન્ય પ્રકારનું દાન છે. પરંતુ અત્યાર સુધીમાં 1 કવિન્ટલ કરતાં પણ વધુ મૂલ્યવાન ઈંટો આવી છે. જેને સમાવવા માટે બેન્કોને પણ મુશ્કેલી  પડી રહી છે. આથી તમામ દાતાઓને અપીલ કરવામાં આવી છેકે, તેઓ તેમનું દાન ઓનલાઈન અથવા ટ્રસ્ટના ખાતામાં રોકડ જમા કરાવે. 

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ- મંદિરની મુલાકાત દરમિયાન લોકો સમક્ષ પ્રવચન પણ આપશે. તેમનું વકતવ્ય ઐતિહાસિક અને યાદગાર બની રહેશે. તેમનાો કાર્યક્રમ 2 કલાકનો રહેશે. ભૂમિપૂજનનો સમય 12.15 મિનિટ પર 32 સેકન્ડનો રહેશે. આ દરમિયાન વડાપ્રધાન રામ મંદિરનો શિલાન્યાસ પણ કરશે. 

 રામજન્મભૂમ તીર્થ- ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય રામેશ્વર ચૌપાલે જણાવ્યું હતું કે, રામજન્મભૂિમના ઈતિહાસને સાબિત કરવા માટે કોર્ટમાં ખૂબ લાંબી લડાઈ લડવી પડી હતી.