વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓલિમ્પિકના ભારતીય ખેલાડીઓને કહ્યું કે, શાળાની મુલાકાત લઈને વિદ્યાર્થીઓને  રમતો માટે પ્રોત્સાહિત કરો, તેમના માટે પ્રેરણારૂપ આપો..

 

       વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  15મી ઓગસ્ટે લાલ કિલ્લા પરથી કરેલા સ્વતંત્ર દિવસની ઉજવણી દરમિયાન ઓલિમ્પિક રમતોત્સવમાં ભારત તરફથી રમનારા ખેલાડીઓને આમંત્રણ આપ્યું હતું. બીજે દિવસે મોદી દરેક ખેલાડીને વ્યક્તિગત રીતે મળ્યા હતા. તેમની સાથે વાતચીત કરી હતી. તેમણે ખેલાડીઓના મંતવ્યો જાણ્યા હતા. તેમની સાથે રમૂજ- હાસ્યની પળો પણ માણી હતી. છુટા પડતા સમયે તેમણે ખેલાડીઓ પાસેથી વચન માંગ્યું હતું. હળવા મૂડમાં તેમણે કહ્યું હતું કે, હું તમને કશું આપવા નથી માગતો, પણ તમારી પાસેથી કશું માગવા આવ્યો છું. આ સાંભળીને ખેલાડીઓ ચૂપ થઈ ગયા હતા. 

   વડાપ્રધાને જણાવ્યું હતું કે, તમે જોયું હશે કે દેશ તમને સહુને કેટલો પ્રેમ કરે છે, તમે એ પ્રેમને મહેસૂસ કરો. તમારાથી નવી પેઢીને ઘણો લાભ થઈ શકે એમ છે. તમે જે કાર્યમાં નિપુણ છે એ જ તમારે કરવાનું છે. 15 ઓગસ્ટ, 2023 સુધીમાં – તમારી પાસે બે વરસનો સમય છે. આ બે વરસ દરમિયાન એક એક ખેલાડી પોતાને ગમે તે, પોતાની પસંદગીની સ્કૂલમાં જઈને ત્યાં વિદ્યાર્થીઓને મળે, તેની સાથે રમતની વાત કરે. તમને રમતોમાં રસ લેતાં કરે. પોતાના અનુભવો ને સંઘર્ષની વાતો કરે. આ બધાથી બાળકોનો – કિશોરોનો ઉત્સાહ વધશે. તેમને માટે તમે ચેતના પ્રગટાવશે. તેમને તમારી સાથે વાત કરી ને પ્રોત્સાહન મળશે, પ્રેરણા મળશે. બે વરસ દરમિયાન તમે જુદી જુદી 75 સ્કૂલો, કોલેજોની મુલાકાત લો. માત્ર તેમની સાથે અડધો કલાક વિતાવો. તમે કઈ રીતે ઓલિમ્પિક રમતોત્સવ સુધી પહોંચ્યા, એ માટે તમે શું શું પ્રયાસો કર્યા તેની વાતો કહો. બાળકો માટે આપણા દેશમાં હજી પણ કુપોષણની સમસ્યા છે. બાળકોને કહો, તેમણે શું શું ખાવું, કેટલું ખાવું, કેવું પાણી પીવું , પાણી શુધ્ધ હોવું જોઈએ. એક ખેલાડી બાળકોને મળીને તેમને પોષણ વિશે સમજાવે તો બહુ ફરક પડશે. તેમને લાગશે કે, હા, વાત સાચ્ચી છે. એક ઓલિમ્પિક રમતવીર અમને કહી રહ્યો છેે. તેઓ અહીં સુધી પહોંચ્યા તો તેમણે નક્કી જ ખાવાના નિયમોનું બરાબર પાલન કર્યું હશે. તમે પ્રાયમરી સ્કૂલના બાળકોને મળો, કોલેજના વિદ્યાર્થીઓને  મળો, તેમની સાથે અડધો કલાક રમત રમશો તો એ રમત એ જીવનભર યાદ રાખશે. એમાંથી કંઈક શીખશે. તમારે એમની સાથે કઈ રીતે વાર્તાલાપ કરવો, શું વાત કરવી તે અંગે તમારે એક પ્રવચન તૈયાર કરવું પડશે. એ અંગે હું સંબંધિત ડિપાર્ટમેન્ટને વાત કરી શકીશ જે તમને મદદ કરશે. તેમની મદદ લઈને તમે તમારા પ્રવચનના મુદા્  નક્કી કરી શકો છે. તમારી સાથેની વાતચીત બાળકોને જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપશે.