વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં અમેરિકાના ઉપપ્રમુખ કમલા હેરિસ સાથે ફોન પર વાત કરી – કોરોના- વેકસીન સહિત મદદ માટેના વિવિધ પાસાઓની ચર્ચા કરો …

 

     સત્તાવાર સમાચાર સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં અમેરિકાના ઉપ- પ્રમુખ કમલા હેરિસ સાથે ફોન પર વાત કરીને વેક્સીન સહિત વિવિધ બાબતોની વાત કરી હતી. તેમણે ભારતમાં  

 કોરોનાની બીજી લહેરની સ્થિતિ, વેકસીન સહિત લેવામાં આવેલા તમામ સુરક્ષાના પગલાં સહિત વિવિધ મુદાંઓ પર વાતચીત કરી હતી, તેમણે પોતાની વાતચીત દરમિયાન કમલા હેરિસને ભારતના પ્રવાસે આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું. અમેરિકા ગ્લોબલ વેકસીન શેરિંગ થી ભારતને  વેકસીન આપીને મદદ કરી રહ્યું છે તેની પણ વડાપ્રધાન મોદીે પ્રશંસા કરી હતી. કોરોના -કાળમાં ભારતને મદદરૂપ થતી અમેરિકાની સરકાર, વહીવટી અધિકારીઓ કોર્પોરેટ સેકટર તેમજ અમેરિકામાં વસતા ભારતીય- અમેરિકન સમુદાયનો તેમણે આભાર માન્યો હતો. કોવિદ-19 બાદ બન્ને દેશના નેતાઓે પરસ્પર ગ્લોબલ હેલ્થ અને ઇકોનોમિક રિકવરી અંગે પણ વાતચીત કરી હતી.