વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આગામી જી- 7ની બેઠકમાં હાજર રહેવાનું અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ખાસ આમંત્રણ આપ્યું..

 

   અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જ-7 સમિટમાં હાજર રહેવાનું ટેલિફોન કરીને આમંત્રણ આપ્યું હતું. બન્ને નેતાઓેએ કોરોના સંકટ સહિત વિવિધ બાબતો પર વાત કરી હતી. ચીન સાથેનો સીમા- વિવાદ તેમજ અમરિકામાં હાલમાં અશ્વેત નાગરિકની હત્યાના મામલે સર્જાયેલા હાલાત અંગે વાત કરાઈ હતી. કોરોના સામેના જંગમાં બન્ને દેશો એકમેકને મદદરૂપ બનશે એવી તેમણે ખાત્રી આપી હતી. ખાસ તો કોરોના વાઈરસના મામલે ચીનનું અક્કડ વલણ અને WHOની ભૂમિકા બાબત ચર્ચા કરવામાં આવી હતી. ડબલ્યુ એચ ઓ ના નિયમો તેમજ આચાર- સંહિતામાં સુધારાઓ કરવા અંગે પણ તેમણે વિચાર- વિમર્શ કર્યો હતો. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની કામગીરી અને ભૂમિકા કોરોના વાયરસને મામલે તેના ચીન પરત્વેના વલણને કારણે શંકાસ્પદ બની છે. જે તટસ્થતા અને નિર્ણય શક્તિની અપેક્ષા આવી વૈશ્વિક સંસ્થા પાસેથી રાખવામાં આવે છે, તેમાં એ નબળી પૂરવાર થઈ હોવાનું યુરોપ સહિત વિશ્વના અનેક દેશો માની રહ્યા છે. આથી જ નારાજ ટ્રમ્પે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને અમેરિકા દ્વારા અપાતું ફંડ બંધ કરી દીધું હતું. જી-7 એ સાત દેશોનો  સમૂહ છે. જેમાં જર્મની, અમેરિકા, ફ્રાંસ, કેનેડા,જાપાન ,  ઈટાલી ને બ્રિટનનો સમાવેશ થાય છે. આ જી-7માં ઉપરોક્ત 7 દેશના વડાઓ દર વરસે બેઠક યોજીને તેમના દેશોના પરસ્પરના હિતો અને પર ચર્ચા કરે છે. આ પ્રસંગે બેઠકમાં આમંત્રિત તરીકે હાજર રહેવાનું અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વડાપ્રધાન મોદીાને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે.