વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કોરોના સામેની લડાઈમાં રણનીતિ ઘડનારા કુશલ નિષ્ણાતો   

  

                 વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કોરોનાને પરાજિત કરીને ભારતને કોરોના – મુક્ત કરવાની ન રણ નીતિને ઘડનારા અને ટેકો આપનારા અનેક ક્ષેત્રીય નિષ્ણાતો છે. પરદા પાછળની  વ્યવસ્થા જાળવવા માટે વહીવટીતંત્રના સનદી અધિકારીઓ તેમજ સચિવોની કાર્ય કુશળ અને સક્ષમ ટીમ તૈયાર કરવામાં આવી છે. આધારભૂત સમાચાર સૂત્રોના જણાવ્યા અનુસાર, કુલ 11 ટીમો આ કામ સંભાળી રહી છે. દરેક ટીમમાં કુલ 6 સભ્યો છે. આ ટીમને જુદા જુદા વિભાગો સોંપવામાં આવ્યા છે. દરેક ટીમ પોતાનું કાર્ય સ્વતંત્ર રીતે સંભાળે છે. એમાં વડાપ્રધાનની સૂચના સિવાય કોઈ પણ હસ્તક્ષેપ કરી શકતું નથી. આ 11 ગ્રુપ (ટીમ) ના સભ્યોને કોઈ મુશ્કેલી પડે , કશીક સલાહની જરૂર પડે તો તેઓ કેબિનેટ સચિવ રાજીવ ગોવાનો સંપર્ક કરે છે. કેબિનેટ સચિવ રાજીવ નરેન્દ્રભાઈના મુખ્ય સચિવ પી.કે. મિશ્રાનો સંપર્ક કરીને સમસ્યાને વડાપ્રધાન સુધી પહોંચાડે છે.પીએમએ દ્વારા ખૂબ જ  ઝડપથી સવાલનું નિરાકરણ કરવમાં આવે છે. તમામ કાર્યવાહી યુધ્ધના ધોરણે ચાલી રહી છે. આ સમગ્ર એકશન ગ્રુપનું ગઠન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ કરવામાં આવ્યું છે. આ દરેક ગ્રુપ(ટીમ)માં પીએમઓ અને કેબિનેટ સેક્રેટેરિયેટના સભ્યનો સમાવેશ કરવામાં આવ્યો છે.