વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર મેળવનારા 49 બાળકોની મુલાકાત લીધી

0
1024

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર મેળવનારા 49 બાળકોની મુલાકાત લઈને તેમની  સાથે પ્રેરણાભારી વાતો કરી હતી. આદરણીય વડાપ્રધાને જણાવ્યું હતું કે, તમે દેા અન્ય તમામ બાળકો માટે પ્રેરણારૂપ છો. પણ યાદ રાખજો કે,વીરતા પુરસ્કાર મળે અને ફોટા છપાય એટલેથી વાત પૂરી નથી થતી. તમારું ઉત્તરદાયિત્વ વધી જાયછે. તમારા જીવનમાં તમારે શું હાંસલ કરવું ચે એનો વિચાર કરો. તમારા જીવનનું એક લક્ષ્ય બનાવો. ઊંચું લક્ષ્ય નક્કી કરો. તમારું કર્તવ્ય બજાવો. અધિકારો ઉપર બહુ વિચાર કરશો નહિ. ઊંચુ ધ્યેય નક્કી કરીને તેની પ્પપ્તિ માટે સખત પરિશ્રમ કરો. તેમણે કહ્યું હતું કે, સાહસ વિના જીવન સંભવ નથી. હું તમારી બહાદુરીની વાત સોશ્યલ મિડિયા પર શેયર કરીશ.તમારી તસવીર સાથે તમારી વાત રજૂ કરીશ . તમારી વાતો જાણીને બાળકોને સારાં કામ કરવાની પ્રેરણા મળશે.