-વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નિવેદન – પાકિસ્તાન જતું નદીઓનું પાણી રોકવામાં આવશે, આ દિશામાં કામગીરી થઈ રહી છે, હવે ટૂંક સમયમાં જ ત્યાં જતું  પાણી આપણા ખેડૂતોને મળવા લાગશે…

0
815

       ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચરખીદાદરી- કુરુક્ષેત્ર ખાતે આયોજિત વિશાળ જનરેલીમાં જણાવ્યું હતું કે, હવે પાકિસ્તાન જતું ભારતની નદીઓનું પાણી ત્યાં જતું રોકવામાં આવશે. આ માટેની  કામગીરી ચાલી રહી છે. જેનું ઝડપી પરિણામ આવશે, આપણી નદીઓનું ત્યાં પાકિસ્તાનમાં જતું પાણી હવેથી આપણા ખેડૂતોને અપાશે. આ પાણી પર પંજાબ, હરિયાણા અને રાજસ્થાનનો હક છે. તેમણે પ્રચંડ જનસબાને સંબોધતાં કહ્યું હતું કે, અહીંની જનતાએ ભાજપને પ્રચંડ બહુમતીથી જીતાડવાનો નિર્ણય કરી લીધો છે. તેમણે કહ્યું હતું કે, છેલ્લા 70 વરસોથી ભારતના હિસ્સાનું પાણી પાકિ્સ્તાન જતું હતું. પણ હવે આપણા દેશના ખેડૂતોના હિસ્સાનું પાણી પાકિસ્તાન જવા દઈશું નહિ. પાકિસ્તાન જતા પાણીને મોદી રોકશે.