વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું યુનોની મહાસભામાં જાનદાર વકતવ્યઃ માનવતાને માટે એ અત્યંત જરૂરી છેકે સમગ્રદુનિયા આતં,કવાદની વિરુધ્ધ એકમત બને. …વિશ્વ એક બનીને આતંકવાદનો મુકાબલો કરે એ ખૂબ જરૂરી છે, માનવતાને બચાવવા ખાતર પણ દુનિયાએ આતંકવાદની વિરુધ્ધ એકસાથે ઊભા રહેવું જોઈએ

0
1026

 આજે 27મી સપ્ટેમ્બરે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં વિશ્વના દેશોને સંબોધતાં જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજીની 150મી જયંતીના પ્રસંગે આ સ્થાનેથી સંબોધન કરવું એ ગર્વનો વિષય છે. ભારતે મને 2019ની ચૂંટણીમાં વિજયી બનાવીને પહેલાં કરતાં વધુ મજબૂત જનાદેશ આપ્યો છે. જેને કારણે જ હું બીજીવાર આ મહાસભામાં પ્રવચન કરવા ઉપસ્થિત રહી શક્યો છું. યુએનની મહાસભામાં  મોદીજીનું આ બીજું વકતવ્ય હતું. 

   યુનોની મહાસભાના 74મા સત્રને સંબોધતાં માનનીય નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, જયારે  એક વિકાસશીલ દેશ સૌથી વિશાલ સ્વચ્છતા અભિયાન શરૂ કરીને , માત્ર પાંચ વરસમાં દેશમાં 11 કરોડ શૌચાલય બનાવીને  દેશવાસીઓને ભેટ આપે છે ત્યારે એવાતથી આખી દુનિચાને પ્રેરણા મળે છે. જયારે એક વિકાસશીલ દેશ દુનિયાની સૌથી મોટી હેલ્થ ઈન્સ્યોરન્સ સ્કીમનું સફળતાપૂર્વક સંચાલન કરે છે , 50 કરોડ લોકોને 5 લાખરૂા સુધીની  મફત તબીબી સારવારની સુવિધા આપવામાં સફળતા પ્રાપ્ત કરે છે ત્યારે એની સાથે જોડાયેલી સંવેદનશીલ વ્યવસ્થા તમામ વિશ્વને એક નવો માર્ગ દેખાડે છે. 

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુકત રાષ્ટ્રની મહાસભાના મંચ પરથી જુસ્સાદાર વકતવ્ય આપતાં  આતંકવાદ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, અમે એ દેશના રહેવાસી છીએ, જેદેશે દુનિયાને યુધ્ધ નહિ, બુધ્ધ આપ્યા છે. અમારા અવાજમાં આતંકવાદની સામે દુનિયાને જાગૃત કરવાની, સતર્ક કરવાની ગંભીરતા અને આક્રોશ – બન્ને છે. આતંકવાદ એ વિશ્વના તમામ દેશો માટે સૌથી મોટો પડકાર અને સૌથી મોટી સમસ્યા છે. આતંકવાદના મુદા્ પર વિભાજિત થઈ રહેલી દુનિયા એ મહાન સિધ્ધાંતોને ટેશ પહોંચાડી રહી છે, જેના આધાર પર સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાની રચના કરવામાં આવી હતી. આતંકવાદના મુદાં પર કોઈ પણ દેશનો સીધો ઉલ્લેખ કર્યા વિના તેમણે ચીન અને પાકિસ્તાનની જોરદાર શબ્દોમાં ટીકા કરી હતી. આ બન્ને દેશો ( ચીન અને પાકિસ્તાન) આતંકવાદના મુદા્ પર હંનમેશા સંયુક્ત રાષ્ટ્રમાં કશી નેકશી અડચણો ઊભા કરતા રહ્યા છે. પાકિસ્તાન આતંકવાદીઓ સામે કોઈ પગલાં લેતું નથી. બીજી તરફ ચીન દ્વારા મોટા ખૂંખાર આતંકવાદીઓને બચાવા પરોક્ષ રીતે સમર્થન મળી રહ્યું છે. 

     વડાપ્રધાન મોદીએ પોતાના વકતવ્યમાં કહ્યું હતું કે, હાલમાં અમે આખા દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત થવાનું અભિયાન ચલાવી રહ્યા છીએ. તેમના આ વિધાનને મહાસભાના ઉપસ્થિત સભ્યોએ તાળીઓના ગડગ઼ડાટથી વધાવી લીધું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમે 15 કરોડ ઘરોને પાણી પુરવઠો પહોંચાડવાજોડાણ કરીશું. 2022માં ભારત જયારે એના સ્વાતંત્ર્યના 75મા વર્ષની ઉજવણી કરી રહ્યું હશે ત્યાં સુધીમાં અમે જરૂરતમંદ લોકો માટે  બેકરોડ ઘરનું નિર્માણ કરીશું. 

   વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, અમારી સંસ્કૃતિ હજારો વર્ષ પુરાણી છે. અમારી સંસ્કૃતિ, અમારા સંસ્કાર એવા છેકે અમે પ્રત્યેક જીવમાં શિવના દર્શન કરીએ છીએ. આથી જ અમારું પ્રાણ તત્વ છેૃ જનભાગીદારી દ્વારા જનકલ્યાણ . અમારી પ્રેરણા છેઃ સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ ….અમે તમામ કાર્યો , તમામ યોજનાઓ ભારતના 130 કરોડ લોકોને કેન્દ્રમાં રાખીને જ બનાવીએ છીએ. અમે અમારા દેશના વિકાસનું જે સપનું જોઈએ છીએ, ખરું જોતાં તો એ સપના આખી દુનિયા માટે છે. 21મી સદીની આધુનિક ટેકનોલોજીને કારણે આપણી , સમાજવ્યવસ્થા, અર્થ- વ્યવસ્થા , કનેક્ટિવિટી તેમજ આંતરરાષ્ટ્રીય સંબંધોમાં પરિવર્તન લાવી રહી છે્.આજથી 125 વરસો પહેલાં મહાન આધ્યાત્મિક ગુરુ સ્વામી વિવેકાનંદે સિકાગો ખાતે વિશ્વર્મ- સંસદમાં હાર્મની એન્ડ પિસએન્ડ નોટ ડિસેંશનનો સંદેશ આપ્યો હતો. વિશ્વનું  સૌથી મોટું લોકતંત્ર ભારત આજે પણ એજ સંદેશો વિશ્વને આપવા માગે છે.