વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્વચ્છ ભારત અભિયાન માટે ગ્લોબલ ગોલકીપર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. બિલ એન્ડ મલિન્ડા ફાઉન્ડેશન તરફથી આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. બિલ ગેટસના સ્વહસ્તે મોદીજીને આ સનામાન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે વકતવ્ય આપતાં વડીાપ્રધાન નરેન્દ્ર મોદીએઓ જણાવ્યું હતું કે, ભારતે સ્વચ્છતાની દિશામાં મહત્વનું કાર્ય કરીને કીર્તિમાન સ્થાપિત કર્યું છે. whoના માપદંડોને પુરા કરતાં દેશને લગભગ 100 ટકાખુલ્લામાં શૌચ મુકત બનાવ્યો છે. મોદીએ જણાવ્યું હતું કે, તેમનું આ સન્માન 130 કરોડ ભૈારતવાસીઓનું સન્માન છે.