વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બોલીવુડમાં અનેક સેલિબ્રિટી ચાહકો છે. એમાં એક છે- સંજય લીલા ભણશાળી. મોદીના પ્રારંભિક પર નિર્માણ કરી રહ્યા છે એક સ્પેશ્યલ ફિચર ફિલ્મ – મન બૈરાગી ….

0
679

         વડાપ્રધાન મોદીના પ્રેરક જીવન પરથી અનેક ફિલ્મો તેમજ વેબ શો બની રહ્યા છે. અનેક દસ્તાવેજી ચિત્રો પણ નિર્માણ પામી રહ્યા છે.શૂન્યમાંથી સર્જન કરનારા નીડર કર્મયોગી નરેન્દ્ર મોદીનું જીવન અનેક લોકો માટે પ્રેરણારૂપ બન્યું છે. બોલીવુડના અતિ જાણીતા તેમજ અતિ પ્રતિભાશીલ નિર્માતા- નિર્દેશક સંજય લીલા ભણશાલી  તેમજ મહાવીર જૈને મોદીજીના જીવનની કિશોરાવસ્થાના સમયકાળને – ( 13 વરસથી 20 વરસ સુધીના તબક્કાને ) કેન્દ્રમાં રાખીને એક ફિલ્મનું નિર્માણ કર્યું છે, જેનું નામ છે મન બૈરાગી . ટવીટર પર એનો ફર્સ્ટ લુક શેયર કરતા જાણીતા અભિનેતા અક્ષય કુમારે લખ્યું છે- હમારે પ્રધાનમંત્રી કે જન્મદિન પર ઉનકી જિંદગી કે ડિફાઈનિંગ મોમેન્ટસ  પર બેસ્ટ સંજય લીલા ભણશાલી ઔર મહાવીર જૈન કે સ્પેશ્યલ ફીચર મન બૈરાગી કા ફર્સ્ટ લુક પેશ કરતે હુએ ખુશી હો રહી હૈ…

   ઉપરોકત ફિલ્મ મન બૈરાગીનું દિગ્દર્શન સંજય ત્રિપાઠીએ કર્યું છે.