વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક બાદ હવે અટલ બિહારી વાજપેયીના જીવન પરથી બાયોપિક બનશે….

0
906

      

લોકલાડીલા નેતા ભૂતપૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીનું 2018માં 16 ઓગસ્ટના દિવસે દુખદ અવસાન થયું હતું. શિવ શર્મા અને ઝીશાન અહેમદે ધ  અનટોલ્ડ સ્ટોરી ઓફ વાજપેયી પુસ્તકના રાઈટસ ખરીદી લીધા છે. આ પુસ્તકમાં વાજપેયીજીના જીવનના વિવિધ તબક્કાઓની વાત કરવામાં આવી છે. જેમાં તેમનું બાળપણ, કોલેજ લાઈફ તેમજ તે રાજકારણના ક્ષેત્રમાં કેવી રીતે પ્રવેશ્યા તેની વાત કરવામાં આવી છે. 

 શિવ શર્માએ જણાવ્યું હતું કે, તેમના માટે વાજપેયીની ફિલ્મનો પ્રોજેક્ટ ખૂબ જ મહત્વનો છે. તેને બિગ સ્ક્રીન પર લઈ જવા માટે તેઓ ખૂબ જ ઉત્સાહિત છે.અટલ બિહારી વાજપેયીના જીવનની ઘણીબધી વાતો લોકોને ખબર નથી. આ ફિલ્મની સ્ક્રીપ્ટ પર કામ શરુ કરી દેવામાં આવ્યું છે. સ્ક્રીપ્ટનું કામ પૂરું થયા બાદ જ કલાકારો સહિત અન્ય કસબીઓની પસંદગી કરવામાં આવશે.