વડાપ્રધાન નરેન્દ્ર  મોદીની બાયોપિક દર્શકોને ગમી રહી છે..

0
862

જાણીતા અભિનેતા વિવેક ઓબે્રોયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ શરુઆતમાં તો એપ્રિલની 11મી તારીખે રિલિઝ થવાની હતી, પરંતુ લોકસભાની ચૂંટણી ચાલુ થઈ હતી, વળી એમાં ઈલેકશન કમિશને લાગુ કરેલી આચાર- સંહિતાનું  ઉલ્લંઘન કોઈ જ ના કરી શકે. આથી સુપ્રીમ કોર્ટ અને ઈલેકશન કમિશન – ના ચુકાદા પ્રમાણે,ચૂંટણીઓ પૂરી થયા બાદ દેશભરમાં 24 મેથી આ ફિલ્મ રિલિઝ કરવાનું ફરમાન કરવામાં આવ્યું હતું.

24 મેના  રિલિઝ થયેલી  આ ફિલ્મ ભાજપના  સમર્થકો અને અન્ય દર્શકોને પણ ખૂબ પસંદ પડી હતી. પ્રથમ દિવસે જ ફિલ્મ જોવા દર્શકોની ભીડ જામી હતી. બોલીવુડના ટ્રેડ એના લિસ્ટ તરણ આદર્શના જણાવ્યા અનુસાર, આ ફિલ્મે અત્યાર સુધીમાં 11કરોડ, 76 લાખ રૂપિયાનો બિઝનેસ કરી લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here