વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22મી સપ્ટેમ્બરે હ્યુસ્ટન આવી રહ્યા છે…ઓએફબીજેપી,યુએસએના ઉપક્રમે તેમના સ્વાગત સમારંભની તૈયારીઓ ઉત્સાહભેર ચાલી રહી છે…

0
844

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22મી સપ્ટેમ્બરે હ્યુસ્ટન આવી રહ્યા છે. તેમનું ભવ્ય સ્વાગત કરવાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. વધુમાં વધુ ભારતીય- અમેરિકનો આ સ્વાગત કાર્યક્રમમાં જોડાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઓએફબીજેપી, યુએસએના પ્રમુખ ક્રિશ્ના રેડ્ડીના જણાવ્યા અનુસાર, હ્યુસ્ટનમાં આયોજિત સમારંભમાં આશરે 50 થી 60 હજાર લોકો ઉપસ્થિત રહે એવી સંભાવના છે. ડો. અદાપા પ્રસાદના જણાવ્યા અનુસાર, આશરે 700 જેટલી સંસ્થાઓએ તેમજ 15 હજારથી વધુ લોકો આ સમારંભમાં હાજર રહેવા માટે રજિસ્ટ્રેશન કરાવી લીધું છે. સંસ્થાના અગ્રણી ડો. વાસુદેવ પટેલે જણાવ્યું હતું કે, તાજેતરમાં ભારતમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભારતીય- અમેરિકન કોમ્યુનિટીએ ખૂબ જ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. ને હવે સંસ્થાનો વ્યાપ અમેરિકામાં વધુ વિસ્તારવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.