વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 26મી એપ્રિલે વારાણસીની લોકસભા બેઠકની ઉમેદવારી માટે નામાંકન કરશે …

0
972
Gujarat's chief minister Narendra Modi speaks during the "Vibrant Gujarat Summit" at Gandhinagar in the western Indian state of Gujarat January 12, 2013. Fresh off his re-election as chief minister of Gujarat and amid expectations he could contend to be the next prime minister, Modi avoided talk of a bigger political future during a state investment event. REUTERS/Amit Dave (INDIA - Tags: POLITICS)

 

વડાપ્રઝાન નરેન્દ્ર મોદી વારાણસીથી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. 2014ની લોકસભાની ચૂંટણીમાં મોદીએ વારાણસી અને વડોદરા – બન્ને સ્થળેથી ઉમેદવારી કરી હતી. પરંતુ આ વખતે તેઓ માત્ર વારાણસીની લોકસભા બેઠક પરથી જ ચૂંટણી વઢશે. નરેન્દ્ર મોદીના નામાંકન અને રોડ શોની ઘટનાને ઐતિહાસિક બવાવવા માટે ભાજપનું તંત્ર સતત કામ કરી રહ્યું છે. મોદીજી 26મી એપ્રિલે લોકસભાનાની બેઠક માટે નામાંકન દાખલ કરશે. આ પ્રસંગે લાખોની જનસંખ્યા એકઠી થવાનો અંદાઝ મૂકાઈ રહ્યો છે. ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહે એવી સંભાવના છે. બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમાર પણ આ પ્રસંગે ઉપસ્થિત રહે એવી માહિતી પ્રાપ્ત થઈ હતી. કેન્દ્રીય પ્રધાનો રાજનાથ સિંહ, અરુણ જેટલી, સુષમા સ્વરાજ અને પીયૂષ ગોયલ  પણ આ પ્રસંગે હાજરી આપે એવા નિર્દેશ મળી રહ્યા છે. 2014ની ચૂંટણીની તુલનામાં આ વખતનો મોદીનો રોડ શો વધુ મહત્વનો છે. આ રોડ શો દરમિયાન બનારસની અસલી સંસ્કૃતિ, એનો ભવ્ય ઈતિહાસ, એના વિવિધ રૂપ-રંગની ઝાંખી જોવા મળશે. આશરે પાંચ લાખ લોકો આ પ્રસંગે એકઠા કરવાનું પક્ષનું લક્ષ્ય છે. પોતાનું ઉમેદવારીપત્રક ભરવા પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગંગામૈયાની પૂજા- અર્ચના કરશે. ગંગાની ભવ્ય આરતી કરવામાં આવશે. મોદીના આ રોડ શોમાં સહભાગી બનવા વિવિધ રાઝ્યોમાંથી ભાજપ સમર્થકો પોતાના પરંપરાગત પોશાકો પરિધાન કરીને વારાણસીમાં પધારશે. આ પ્રસંગને અતિ ભવ્ય બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here