વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે થયેલી અનૌપચારિક બેઠક બાદ બન્ને દેશોના સૈન્ય વચ્ચે આદાન પ્રદાન માટે હોટલાઈન  સ્થાપિત કરવા સધાયેલી સહમતિ

0
900

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે વુહાન ખાતે યોજાયેલી બિન ઔપચારિક શિખર  મંત્રણા બાદ બન્ને દેશની સીમાઓ પર પરિસ્થિતિમાં સુધારો થયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. બન્ને દેશોના સૈન્યના હેડક્વાર્ટર્સ વચ્ચે હોટલાઈન સ્થાપવા બાબત સહમતિ થઈ હોવાનું જણાવવામાં આવ્યું હતું. પરસ્પર વિશ્વાસનું વાતાવરણ ઊભું કરવા માટે આ હોટલાઈન એક મહત્વનું પગલું પુરવાર થશે એમ માનવામાં આવી રહ્યું છે. જેના કારણે બન્ને દેશની સરહદ પરના સુરક્ષા દળો વચ્ચે તનાવ ઓછો કરવા તેમજ પરસ્પર સંવાદની ભૂમિકા રચવામાં મદદ મળશે. બન્ને દેશો વચ્ચે ડોકલામ વિવાદ સર્જાતા સરહદ પર 73 દિવસ સુધી સખત તંગદિલીભરી સ્થિતિ પેદા થઈ હતી. ચીન અને ભૂતાન બન્ને દેશો ડોકલામ ક્ષેત્ર પર પોતાનો અધિકાર હોવાનો દાવો કરી રહ્યા છે.