
લોકસભાની ચૂંટણીની ઘોષણા થતાંની સાથે જ સંખ્યાબંધ ટ્વીટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી, મમતા બેનરજી સહિત વિપક્ષના નેતાઓને ટવીટ કરીને લોકોને મતદાન માટે જાગૃત કરવા માટે વિનંતી કરી હતી. વડાપ્રધાને કરણ જોહર, અક્ષય કુમાર, વરુણ ધવન, શાહરુખ ખાન સાઉથના જાણીતા અભિનેતા મોહનલાલને, ક્રિકેટર શ્રીકાન્ત, ઓલિમ્પિક મોટલ વિજેતા યોગેશ્વર દત્તા, સુશીલકુમાર, પી. વી. સિંધુ, નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા કૈલાસ સત્યાર્થી, કિરણ બેદી, ચંદ્રબાબુ નાયડુ , નીતિશકુમાર, માયાવતી , તેજસ્વી યાદવ, રામવિલાસ પાસવાન, શ્રી શ્રી રવિશંકર, બાબા રામદેવ શરદ પવાર , સંગીતકાર એ. આર. રહેમાન . સલમાન ખાન સહિત અનેક મહાનુભાવોને ટવીટ દ્વારા અપીલ કરી હતી કે, ભારતના તમામ લોકોમાં મતદાન માટે એક નવો ઉત્સાહ અને જાગૃતિ આવે. દેશની નાગરિક દરકે વ્યક્તિ મતદાન કરે. લોકતંત્રને વધુ સઘન, કાર્યરત અને મજબૂત બનાવવા માટે લોકોએ મતદાન કરીને પોતાના પ્રતિનિિધને ચૂંટવા જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ સંદેશ એ ખરેખર પ્રેરક છે. લોકશાહીમાં લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓની સરકાર રચાય છે, જેઓ દેશનો વહીવટ સંભાળે છે. દેશના યુવા મતદારો સહિત સહુને પોતાનો મત આપવાનો અધિકાર છે અને લોકશાહીમાં એ મતાધિકારનો યોગ્ય ઉપયોગ કરવો એ નાગરિકની પવિત્ર અને નૈતિક ફરજ છે.